બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / વિશ્વ / Corona cases are increasing not only in India but also in the world: The tension of many countries has increased

ખતરાની ઘંટી / ભારત જ નહીં દુનિયાભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ: છેલ્લા એક મહિનાનો આંક જોઈ અનેક દેશોનું વધ્યું ટેન્શન

Megha

Last Updated: 08:19 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે,  20 નવેમ્બરથી 17 ડિસેમ્બર એટલે કે 28 દિવસમાં વિશ્વભરમાં કોવિડના 8.50 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

  • આખી દુનિયામાં કોવિડ-19ના નવા કેસમાં 52 ટકાનો વધારો થયો
  • 20 નવેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે વિશ્વભરમાં 8.50 લાખથી વધુ નવા કેસ નોંધાયા 
  • ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને (WHO) શનિવારે કહ્યું કે પાછલા એક મહિના દરમિયાન આખી દુનિયામાં કોવિડ-19ના નવા કેસમાં 52 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન ભારતમાં શનિવાર સવાર સુધી 24 કલાકમાં 752 નવા કેસ સામે આવ્યા હતા. આપણે દેશમાં 21 મે પછી પહેલી વખત આટલા કેસ નોંધવામાં આવ્યા છે. હાલ ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 3,420 થઈ ગઈ છે. તો બીજી તરફ ચાર લોકો આ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. 

Corona outbreak again in Gujarat: In big cities, the system has issued an advisory, these instructions have been given along...

વિશ્વભરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે 
શુક્રવારે એક રિપોર્ટ સામે આવી હતી જેમાં જણાવ્યું હતું કે 20 નવેમ્બરથી 17 ડિસેમ્બર એટલે કે 28 દિવસમાં વિશ્વભરમાં કોવિડના 8.50 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 3,000 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા હતા. 17 ડિસેમ્બર સુધીમાં, વૈશ્વિક સ્તરે કોવિડના 772 મિલિયનથી વધુ કેસોની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે લગભગ 7 મિલિયન મૃત્યુ નોંધાયા છે. 13 નવેમ્બર અને 10 ડિસેમ્બરની વચ્ચે, વિશ્વની હોસ્પિટલોમાં 1 લાખ 18 હજારથી વધુ નવા કોવિડ દર્દીઓ અને 1,600 થી વધુ નવા દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે દેશો કોવિડ અંગે સતત અહેવાલ આપે છે, ત્યાં વર્તમાન અહેવાલમાં એકંદરે 23 ટકા અને અગાઉના અહેવાલમાં 51 ટકાનો વધારો નોંધાયો હતો.

ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી
આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને થોડા ઠોસ પગલાં લેવાની જરૂર છે, જેથી આ વાયરસને કારણે ફેલાતા જોખમને બને તેટલું રોકી શકીએ અને ઓછું કરી શકીએ.' સાથે જ દરેક રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માંટે કહેવામાં આવ્યું છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

Not only India, the new variant of corona virus JN.1 has spread to 41 countries, Learn how to survive

ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું છે. એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી.' 

JN.1 નો પહેલો કેસ ક્યારે આવ્યો?
ભારતમાં JN.1 નો પહેલો કેસ કેરળમાં 8 ડિસેમ્બરે નોંધાયો હતો. એક 79 વર્ષની મહિલાને તેનો ચેપ લાગ્યો હતો ત્યાર બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ તેના કેસ સામે આવી રહ્યાં છે. 

JN.1 વેરિયન્ટ કયા કયા દેશમાં ફેલાયો 
JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાયેલું છે. કોરોનાના આ નવા પ્રકારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેપમાં વધારો થઈ રહ્યો છે. તેની હાજરી અમેરિકા, બ્રિટન, આઈસલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ અને તાજેતરમાં ચીન સહિત વિવિધ દેશોમાં જોવા મળી છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે.

દેશના આ રાજ્યોમાં પંહોચ્યો કોરોના JN.1
સ્વાસ્થ્ય મંત્રાલયના એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

New variant of Corona raises tension: Is it time to wear masks again

શું માસ્ક પહેરવું જોઈએ?
નિષ્ણાતોનું કહેવું છે કે'લગ્ન હોલ, ટ્રેન અને બસો જેવી બંધ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું એ સારો વિચાર છે. માસ્ક પહેરવાથી કોવિડ સહિત અનેક રોગોને અટકાવી શકાય છે, પરંતુ હાલ માસ્ક ફરજિયાત બનાવવાની જરૂર નથી. વૃદ્ધ લોકો, સગર્ભા સ્ત્રીઓ અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઇએ. 

કોવિડ વેરિઅન્ટ JN.1 ના લક્ષણો શું?
તાવ
થાક
વહેતું નાક
સુકુ ગળું
માથાનો દુખાવો
ઉધરસ
પેટ સંબંધિત બીમારીઓ 

કોવિડના નવા વેરિયન્ટ JN.1ને રોકવાનાં પગલાં- 
-આ વાઇરસ સરળતાથી ફેલાતો હોવાથી તમામ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું શરૂ કરો
- માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો
- વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળો. 
- સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
- લોકો સાથે વાત કરતી વખતે 10 મીટરનું અંતર જાળવો.
-ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ