બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Controversy over IPL offline tickets in Ahmedabad

વિવાદ / IPLની ટિકિટ ન મળતા અમદાવાદમાં ક્રિકેટ ચાહકોમાં રોષ, SG હાઈવે પરની BOX ઓફિસે પોલીસ કાફલો તૈનાત

Dinesh

Last Updated: 03:37 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં IPLની ટિકિટ મળતી નથી જેને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. SG હાઈવે પર આવેલું BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટ ચાહકોએ હોબાળો કર્યો છે

  • અમદાવાદમાં IPની ઓફલાઈન ટિકિટને લઇ વિવાદ
  • ક્રિકેટ ચાહકોને નથી મળતી ટિકિટ
  • ટિકિટ ન મળતા ક્રિકેટ ચાહકોમાં રોષ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું હતુ. જેમાં આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે. તેમજ મહત્વની વાત છે IPL 31 માર્ચથી અમદાવાદથી શરૂ થવાની છે. જે 31 માર્ચે અમદાવાદમાં IPLનું આયોજન કરાયું છે તેની ટિકિટને લઈ વિવાદ સામે આવ્યું છે. IPLની ઓફલાઈન ટિકિટને લઇ વિવાદ વકર્યો છે. 

ઓફલાઈન ટિકિટને લઇ વિવાદ 
અમદાવાદમાં IPLની ટિકિટ મળતી નથી જેને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના SG હાઈવે પર આવેલું BOX ઓફિસ બંધ છે. BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટ ચાહકોએ હોબાળો કર્યો છે. હોબાળાને લઇ વસ્ત્રાપુર પોલીસ SG હાઈવે પરના BOX ઓફિસે પહોંચી છે. 31 માર્ચના રોજ અમદાવાદમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની લઈ ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ વચ્ચે આ પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોને પ્રથમ મેચની ટિકિટ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. સવા લાખની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટ ન મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે.

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ
આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.

આ વખતે કુલ 70 લીગ મેચો રમાશે
IPL 2023 સિઝનની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં 10 ટીમોની વચ્ચે કુલ 70 લીગ મેચો રમાશે. આ દરમિયાન ફેન્સને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે.

2 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે ફાઈનલ મેચમાં સંજુ સેમસનની કેપ્ટશિપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી હતી. આ વખતે માત્ર ગુજરાતની ટીમ જ ટૂર્નામેન્ટની આપનિંગ મેચ રમશે. જ્યારે આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.

IPL 2023ની પ્રથમ 5 મેચ
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને  ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ 
- પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ 
- લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ
- સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

IPL 2023ના ગ્રુપ
ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

10 ટીમો 12 સ્થળો પર કુલ 70 લીગ મેચ રમશે
IPL 2023ની મેચો કુલ 12 સ્થળો પર રમાશે. આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની  છે. આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ