બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Controversial Statements of the Saints of the Swaminarayan Sect and Statement of the Haratkas

ધાર્મિક વિવાદ / 'તમારી ઓકાત નથી અમારો હનુમાન..' સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની વિવાદિત હરતકો વચ્ચે દેવાયત ખવડનો કટાક્ષ

Dinesh

Last Updated: 10:21 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat khavad Statement : દેવાયત ખવડે કહ્યું કે, હનુમાન 11મો રુદ્ર છે તે કોઇ સામે નહીં, આપણી એકતા ન હોવાથી અંગ્રેજોએ રાજ કર્યુ અને હવે બધાએ એક થવાની જરૂર છે.

  • સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ મામલો 
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડનું નિવેદન
  • હનુમાન ખહુરિયાઓને ન નમે : દેવાયત ખવડ 


સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોનો વિવાદ માંડ સંકેલાયો છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજીને લઈ બફાટ કરતા વધુ એક વિવાદ શરૂ થયો છે. જે નિવેદનથી વિવિધ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે મુદ્દે રાજભા ગઢવી અને માયાભાઈ આહીર બાદ દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી છે.

દેવાયત ખવડની પ્રતિક્રિયા
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો અને હરતકોને લઈ રાજભા અને માયાભાઇ બાદ દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી છે. હનુમાનજીના વિવાદિત ચિત્રને લઇને ખવડે કહ્યું કે, હનુમાન 11મો રુદ્ર છે તે કોઇ સામે નહીં, આપણી એકતા ન હોવાથી અંગ્રેજોએ રાજ કર્યુ અને હવે બધાએ એક થવાની જરૂર છે. દેવાયત ખવડએ જણાવ્યું કે, હનુમાન ખહુરિયાઓને ન નમે, બેટા કોઇ દિવસ બાપ ન થાય. શિવ-રામ અને કૃષ્ણથી મોટો કોણ હોય. 

રાજભા ગઢવીનું નિવેદન
સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે 

 

મણિધર બાપુએ શુ કહ્યું ?
ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. 

'સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય'
જે વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું 

 

બ્રહ્મસ્વરૂપ સ્વામી શુ કહ્યું ?
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ