બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming excess protein in diet is harmful to health

સ્વાસ્થ્ય / જરૂરિયાતથી વધારે માત્રામાં પ્રોટીન ડાયટ લેવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો

Priyakant

Last Updated: 11:51 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જરૂરિયાત કરતા વધારે પ્રોટીનનું સેવન કરી રહ્યાં છો તો થઇ જજો સાવધાન. તમે ખતરનાક બીમારીઓને સામેથી જ આપી રહ્યાં છો આમંત્રણ. જાણીલો આ પાંચ લક્ષણોને

Health News: સ્વસ્થ રહેવા માટે ડાયેટમાં પ્રોટીનથી ભરપૂર ખોરાકને શામેલ કરવા જરૂરી છે.પરંતુ જો તમે જરૂરિયાત કરતા વધારે તેનું સેવન કરી રહ્યાં છો તો તમારા સ્વાસ્થ્ય માટે તે જોખમી સાબિત થઇ શકે છે. શરીરમાં પ્રોટીનની વધારે પડતી માત્રા કિ઼ડની, હૃદય અને હાડકાને લગતી ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. માટે આ પાંચ લક્ષણોને સમજો. જેનાથી તમે જાણી શકશો કે તમારા શરીરમાં પ્રોટીનની વધારે પડતી માત્રાથી શું અસર થાય છે.

સ્વસ્થ રહેવા માટે હાઇ પ્રોટીન ખોરાક જરૂરી છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. નર્વસ સિસ્ટમ એક્ટિવ કરે છે અને શરીરનો વિકાસ સારો થાય છે. એટલું જ નહીં ત્વચા, વાળ અને માસપેશીઓને મજબૂત કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે. 

હેલ્થ એક્સપર્ટના મતે શરીરમાં પ્રોટીનની જરૂરીયાત વ્યક્તિની ઉંમર તેની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય પર નિર્ભર છે. તજજ્ઞોના મતે સ્વસ્થ રહેવા માટે અને બોડી કંપોજીશન માટે તે ખૂબ જ જરૂરી છે. માટે શરીરના વજન પ્રમાણે પ્રોટીન લેવું ફાયદાકારક છે.વધારે પડતા પ્રોટિનને કારણે શરીરમાં આડ અસર થાય છે. 

જો તમે વધારે માત્રામાં પ્રોટિન લઇ રહ્યાં છો તો તમને કિડનીમાં પથરી થવાની શક્યતા છે. જેના કારણે તમને વારંવાર પેશાબ લાગે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે જ્યારે તમે વધારે માત્રમાં એનિમલ બેઇઝ પ્રોટીન અને વધારે કેલ્શિયમનું સેવન કરતો છો તો યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે અને કિડનીમાં પથરી થાય છે.

File Photo

જો તમે કબજીયાતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તે પણ હાઇ પ્રોટીન સેવનનું જ એક કારણ છે. કારણ કે હાઇ પ્રોટીન ખોરાકમાં ફાઇબરની માત્રા વધારે હોય છે. જેના કારણે પાચનપ્રક્રિયામાં સમસ્યા સર્જાય છે અને કબજીયાતની તકલીફ થાય છે. માટે આવી સ્થિતિમાં પ્રોટીન અને ફાયબરનો બેલેન્સ ડાયર જરૂરી છે.

થાક લાગવો અને વધારે ભૂખ લાગવી તે પણ એક મુખ્ય લક્ષણ છે. કેટલાક લોકો હાઇ પ્રોટીન ખોરાક ખાય છે અને કાર્બોહાઇડ્રેટ નથી લેતા.જેના કારણે પેટ ખાલી લાગે છે અને તાકાત પણ નથી રહેતી અને વારંવાર ભૂખ લાગે છે.

File Photo

જો તમારા મોઢામાંથી વાસ મારી રહી છે તો તેમણ હાઇ પ્રોટીનનું જ એક કારણ છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે તમારા ડાયેટમાં પ્રોટીન વધારવાના ચક્કરમાં કાર્બોહાઇડ્રેટ, ફાયબર જેવા તત્વોની અવગણના કરો છે. જેના કારણે કેટોન્સની માત્રા વધી જાય છે. અને મોઢામાંથી વાસ મારે છે.

વધુ વાંચોઃ જો શરીરમાં દેખાય આ સંકેત, તો ચેતી જજો, બેડ કોલેસ્ટ્રોલમાં થઇ શકે છે વધારો

આમ શરીરમાં વધારે પ્રોટિન માટે એનિલ પ્રોટીનના સેવનથી તમારા શરીરને ફાયદા તો થાય છે. સાથે સાથે જેનાથી નુકસાન પણ થાય છે. માટે જ રોજ જરૂરિયાત પ્રમાણે પ્રોટીનનું સેવન કરવું જોઇએ. પ્લાંટ ફૂડને ડાયેટમાં શામેલ કરવા જોઇએ અને શક્ય હોય ત્યાં સુધી બેલેન્સ ડાયેટ તરીકે પ્રોટીનને તમારા ભોજનનો ભાગ બનાવવો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ