બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / signs start appearing in the body when bad cholesterol increases

હેલ્થ / જો શરીરમાં દેખાય આ સંકેત, તો ચેતી જજો, બેડ કોલેસ્ટ્રોલમાં થઇ શકે છે વધારો

Arohi

Last Updated: 08:21 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad Cholesterol signs: જ્યારે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો આપણા શરીરમાં પહેલાથી જ અમુક સંકેત જોવા મળશે છે. જાણો તે લક્ષણો કયા કયા છે?

આજકાલ લોકોને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ ખૂબ વધારે થઈ રહી છે. ઓછી ઉંમરમાં જ લોકો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે. હાર્ટ સાથે જોડાયેલી આ બીમારીઓ પાછળ સૌથી મોટુ કારણ તમારૂ વધતુ બેડ કોલેસ્ટ્રોલ છે. હકીકતે આપણા શરીરમાં ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ બે પ્રકારાના કોલેસ્ટ્રોલ હોય છે. 

પરંતુ જ્યારે આપણી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો લોકોને સ્ટ્રોક્સ, હાર્ટ એટેક અને હાર્ટ સંબંધી બીમારીની સમસ્યા વધવા લાગે છે. કોલેસ્ટ્રોલનું વધવું આનુવાંશિક પણ હોઈ શકે છે. ઘણી વખત પેઢીઓ સુધી આ બીમારી રહે છે. જ્યારે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો આપણા શરીરમાં પહેલાથી જ અમુક સંકેત જોવા મળે છે. જાણો તે લક્ષણો કયા કયા છે? 

આ છે કોલેસ્ટ્રોલના લક્ષણ 
હાથ-પગ સુન્ન પડવા

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી મોટાભાગે લોકોના હાથ અને પગ સુન્ન પડવા લાગે છે અને આખી બોડીમાં ખાલી ચડે છે. 

માથામાં અસહ્ય દુઃખાવો 
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી તમને માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે માથાની નસોમાં યોગ્ય રીતે બ્લડ નથી પહોંચતું તો તેના પાછળ હાઈ કોલેસ્ટ્રોલ કારણ હોઈ શકે છે. 

શ્વાસ ચડવો
જો થોડુ પણ ચાલવા પર તમારો શ્વાસ ચડે છે અથવા તો તમને જોર જોરથી શ્વાસ લેવો પડે છો તો આ કોલેસ્ટ્રોલ વધવાનું એક મોટુ કારણ હોઈ શકે છે. 

બેચેની થવી 
કોલેસ્ટ્રોલના વધવાથી હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો અનેક ઘણો વધી જાય છે. માટે જો તમને છાતીમાં દુખાવો, બેચેની અનુભવાઈ રહી છે અથવા તો હાર્ટ જોર જોરથી ધડકવા લાગે છે તો આ કોલેસ્ટ્રોલ વધવાનું એક મોટુ કારણ હોઈ શકે છે. 

વધુ વાંચો: રાત્રે વહેલું ખાવાથી થતાં અઢળક ફાયદા, વજનથી લઈ કબજિયાતમાં થશે ઘટાડો, 5 જાદુઇ લાભો

વજન વધવું 
જો તમારૂ વજન સતત વધી રહ્યું છે તો તેના પાછળ તમારૂ વધતુ કોલેસ્ટ્રોલ લેવલ જવાબદાર છે. એવામાં જો તમને તેમાંથી કોઈ પણ સંકેત અને લક્ષણ જોવા મળે છે તો તરત બ્લડ ટેસ્ટ કરાવો અને ડોક્ટરનો સંપર્ક કરો. જેનાથી તમે જીવલેણ બીમારીથી બચી શકો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ