બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Consume these four millet regularly in the summer get rid of problems from blood sugar to cholesterol

હેલ્થ / ગરમીમાં નિયમિતરૂપે કરો આ ચાર અનાજનું સેવન, બ્લડસુગરથી લઈને કોલસ્ટ્રોલની સમસ્યામાંથી મળશે છુટકારો

Manisha Jogi

Last Updated: 10:25 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. મિલેટ વર્ગના અનાજમાં બાજરી, રાગી, કુથલી, સવા, જવા, કંગની ચણા અને કોદળીને પણ શામેલ કર્યા છે.

  • મોટા અનાજમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર હોય છે.
  • મિલેટનું સેવન કરવાથી સૌથી વધુ પેટને ફાયદો થાય છે.
  • હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે.

થોડા દાયકા પહેલા મોટા અનાજને નિમ્ન સ્તરનું અનાજ માનીને અનેક લોકો તેનું સેવન કરતા નહોતા. જેને ગરીબોનું ભોજન કહેવામા આવતું હતું. વિજ્ઞાને આ અનેજને સુપરફૂડ તરીકે જાહેર કર્યું છે. ત્યારથી બાજરી, જવ, રાગી જેવા મોટા અનાજને ઊંચી કિંમતે વેચવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. મિલેટ વર્ગના અનાજમાં બાજરી, રાગી, કુથલી, સવા, જવા, કંગની ચણા અને કોદળીને પણ શામેલ કર્યા છે. અનેક મોટા અનાજ પણ મિલેટ જ છે. મોટા અનાજમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર હોય છે. જેમાં બિલકુલ પણ ફેટ હોતી નથી. આ કારણોસર અનાજ પેટને ઠંડુ રાખે છે અને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. 

100 ગ્રામ મોટા અનાજમાં 3.51 ગ્રામ પ્રોટીન, 23.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.3 ગ્રામ ડાઈટ્રી ફાઈબર, 44 મિલીગ્રામ મેગ્નેશિયમ, 100 મિલીગ્રામ ફોસ્ફરસ સહિત અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. મિલેટનું સેવન કરવાથી સૌથી વધુ પેટને ફાયદો થાય છે, જેનાથી પાચનશક્તિ મજબૂત થાય છે. આ કારણોસર સરળતાથી વજન ઓછું થાય છે. 

ગરમીમાં આ 4 મિલેટનું સેવન કરો

રાગી

રાગીને ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે. NCBIના રિસર્ચ અનુસાર રાગીમાં પોલિફિનોલ, ફોટોકેમિકલ અને ડાઈટ્રી ફાઈબર હોય છે, જે અનેક બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ મિલેટ લાલ દાણેદાર હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું છે કે, રાગી એન્ટી-ડાયબેટીક, એન્ટી ટ્યૂમરજેનિક હોય છે. રાગીની રોટલી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. 

જુવાર

લોકો પહેલા જાનવરોને જુવાર ખવડાવતા હતા, પરંતુ જુવાર એક સુપરફૂડ છે. આ મિલટની તાસીર ઠંડી હોય છે. આ કારણોસર આ અનાજથી પેટમાં ઠંડક થાય છે. જુવારમાં સૌથી વધુ માત્રામાં વિટામીન બી-કોમ્પલેક્ષ હોય છે. જુવારમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. નિયમિત રૂપે જુવારનું સેવન કરવાથી વજન ઓછું થાય છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. હ્રદય રોગની સમસ્યામાં પણ લાભકારી છે. 

બાજરી

બાજરીને મિલેટ ગણવામાં આવે છે. બાજરીનો રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તેમ છતાં બાજરીના રોટલાનું વધુ સેવન કરવામાં આવતું નથી. બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, થિયામિન, નિયાસીન, રાઈબોફ્લોબિન અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. બાજરીનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે. હ્રદયની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. નિયમિતરૂપે બાજરીના રોટલાનું સેવન કરવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થઈ જાય છે. 

ચણા

WHOએ ચણાને મિલેટમાં શામેલ કર્યું નથી, પરંતુ આ પણ એક મોટું અનાજ છે. ચણામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા છે. ચણામાં સૌથી વધુ પ્રોટીન રહેલું છે. આ કારણોસર નિષ્ણાંત ચણાના લોટને અન્ય લોટમાં મિશ્ર કરીને તેનું સેવન કરવાની સલાહ આપે છે. ચણાની તાસીર ઠંડી હોય છે અને પેટને ઠંડક આપે છે. ચણા કોલસ્ટ્રોલ, બ્લડ શુગર અને ટ્રાઈગ્લિસેરાઈડ્સ ઓછો કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ