બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress working committee meet today party chief elections on agenda

બેઠક / મંથનઃ નવા કોંગ્રેસ અધ્યક્ષને લઇને આજે CWCની બેઠક, ગેહલોતે ઇન્કાર કરતા આ નેતાનું નામ ચર્ચામાં

Published By: Divyesh

Last Updated: 07:56 AM, 22 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઇને મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી આજે પોતાની CWCની બેઠક યોજવા જઇ રહી છે, જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. CWCની આ ડિજિટલ બેઠક શુક્રવારના રોજ સવારે મળશે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે-સાથે ખેડૂત આંદોલન અને કેટલાંક અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. એવુ માનવામાં આી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લઇને લીલી ઝંડી બતાવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખનું પણ એલાન થઇ શકે છે. 

ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી દીધી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાંક રાજ્યોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન પછી ગલુમ નબી આઝાદ અને કપિલ સિમ્બલ જેવા કેટલા વરિષ્ઠ નેતાઓએ સક્રિય અધ્યક્ષ બનાવાની માંગ પર વિચાર કરી રહ્યાં છે. 

આમ તો કોંગ્રેસ નેતાઓનું એક મોટુ જૂથ આ વાતની પેરવી કરી રહ્યાં છે કે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસની કમાન સંભાળવી જોઇએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ હાલમાં જ કહ્યું હતું કે કોંગ્રેસના 99.99 ટકા લોકો ઇચ્છે છે કે રાહુલ ગાંધી ફરી તેમનું નેતૃત્વ કરે. 
 

કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારની બહારથી અધ્યક્ષ બનાવવાની કવાયત

કોંગ્રેસમાં એક વાર ફરી ગાંધી-નહેરુ પરિવારની બહારના અધ્યક્ષ બનાવવાની ક્વાયત શરુ થઇ ગઇ છે. કાર્યસમિતિની બેઠકથી પહેલા ગુરુવારના રોજ મહારાષ્ટ્રના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચામાં આવ્યું છે. 
 


ગેહલોત તૈયાર નહીં, સુશીલ કુમાર શિંદેનું નામ ચર્ચામાં આગળ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાલ દિલ્હીમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે. ગેહલોતના ઇન્કાર  બાદ શિંદેના નામ પર વિચાર શુર થઇ ગયો છે. જો કે એવુ સામે આવી રહ્યું છે કે અસંતુષ્ઠ જૂથને પણ શિંદેના નામ પર કોઇ આપત્તિ નહી હોય. શિંદે બુધવારે અર્ણબ વ્હોટસએપ ચેટ મામલે પાર્ટીનો પક્ષ રાખવા સરકાર પર નિશાન સાધવા દિલ્હી બોલાવામાં આવ્યાં હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

CWC President congress અધ્યક્ષ કોંગ્રેસ રાહુલ ગાંધી congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ