Gandhinagar News: સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીએ કહ્યું કે, સરકાર નિવૃત અધિકારીઓને એક્સટેન્શન કેમ આપે છે
સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફારનો મુદ્દો
કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
'સરકાર પાસે કર્મચારીના મુલ્યાકન અંગે કોઇ નીતિ જ નથી'
Gandhinagar News : ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. એટલે કે કર્મચારીઓની યોગ્ય કામગીરી ન જણાય તો તેઓને નિવૃત્ત કરવામાં આવશે. જે મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.
કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીનું નિવેદન
યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીઓને 50થી 55 વર્ષની ઉંમરે સરકાર નિવૃત્ત કરી શકશે. તેવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફારને લઈ કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય તઘલઘી છે. સરકાર નિવૃત અધિકારીઓને એક્સટેન્શન કેમ આપે છે. સરકાર પાસે કર્મચારીના મુલ્યાકન અંગે કોઇ નીતિ જ નથી, તેમજ સરકાર પ્રિતીપાત્ર અધિકારીઓને કેમ એક્સટેન્શન આપી રહી છે ?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 3, 2023
'સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ'
કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ જેવી સેવાઓના કર્મચારીઓની ઘટ છે, સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ. આક્ષેપ કરતા કર્યું છે કે, રાજ્યમાં નર્મદા વિભાગ હોય કે, શિક્ષણ વિભાગ જેવા વિવિધ વિભાગમાં જગ્યાઓ ખાલી છે. કેટલાક અધિકારીઓ સરકારમાં એક્સટેન્શન મેળવી અડિંગો જમાવી બેઠા છે. જેમના કારણે અન્ય અધિકારીઓ પ્રમોશનથી પણ વંચિત રહે છે. સરકાર પર આકાર પ્રહારો કરતા કહ્યું કે, સરકારના બેવડા ધોરણથી એક તરફ કર્મચારીઓને ડંડા મારવા માંગે છે તેમજ બીજી તરફ કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખે છે.