બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / congress said if our govt comes OBC will be the main contributor

મોટી જાહેરાત / કોંગ્રેસે કહ્યું અમારી સરકાર આવશે તો OBCનો હશે મુખ્ય ફાળો, ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત મુદ્દે રાજકારણમાં ગરમાવો

Dhruv

Last Updated: 03:12 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ પંચાયતોમાં OBC અનામતને મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

  • ગ્રામ પંચાયતોમાં OBC અનામતને મુદ્દે રાજકારણ ગરમાયું
  • OBC સમાજ જેમની સાથે રહેશે તેની આગામી સરકાર બનશે: સોલંકી
  • વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામતની માંગ:કોંગ્રેસ

અનામત માટે રચાયેલ કમિશનની કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ મુલાકાત લીધી. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી, લાખા ભરવાડ અને રઘુ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામતની માંગ છે. 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાના બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. સરકારી નીતિ નિયમો અનુસાર વસ્તી ગણતરી પ્રમાણે મળવી જોઈએ. તે મુજબ વસ્તી પ્રમાણે OBC અનામત આપવામાં આવે છે. બજેટમાં જોગવાઈ થવી જોઈએ. OBCને અન્યાય થશે તો સરકારે ભોગવવું પડશે.'

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ કરીશું: કોંગ્રેસ

બીજી બાજુ કોંગ્રેસે ચૂંટણીલક્ષી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ કરીશું. 27 વર્ષથી OBC સમાજને હળહળતો અન્યાય થતો આવ્યો છે.
અમે હેપ્પીનેસ ઇન્ડેક્સને જીડીપી માટે મહત્વનું માનીએ છીએ. બીજેપી સમય પ્રમાણે ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે. અમારી સરકાર આવશે તો OBCનો મુખ્ય ફાળો હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.'

જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એ અમારી મુખ્ય માંગણી: ભરતસિંહ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગ્રામપંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત OBC હતી. આ 10 ટકા OBC અનામત પણ કાઢી નાખવાની વાત થઈ રહી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એ અમારી મુખ્ય માંગણી છે. કેન્દ્ર અને રાજ્યમાં જે પક્ષની સરકાર છે તે પક્ષ અનામતની જોગવાઈ પૂરી કરવા માંગે છે.'

ભાજપે લોકકલ્યાણ માટે નહીં સત્તા ટકાવવા સરકાર બદલી છે: ભરતસિંહ

વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતની ઇન્ક્યુસિવ વિકાસ કોંગ્રેસે કર્યો છે. ભાજપ બંધારણ અને પાર્લામેન્ટે ઘડેલા નિર્ણયોનો અમલ નથી કરતી. 1976માં બક્ષી કમિશને આપેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસે અનામત અમલ કરી. સામાજિક સમીકરણના કારણે ભાજપ ગભરાઈ ગયું છે. ભાજપે લોકકલ્યાણ માટે નહીં સત્તા ટકાવવા સરકાર બદલી છે. 159 બેઠકવાળી કોંગ્રેસ સરકાર ઉથલાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું હતું. OBC સમાજ જેમની સાથે રહેશે તેની આગામી સરકાર બનશે. આવા રિપોર્ટના કારણે ભાજપે કેન્દ્રમાં 3 OBC નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. અમારી સરકાર આવશે તેમાં OBCનો મુખ્ય રોલ હશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ