બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આરોગ્ય,પાણી, રસ્તા, પ્રોપર્ટી ટેક્સ,વિશેષ ભાર, અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો
Last Updated: 07:28 PM, 6 April 2026
અમદાવાદમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. શહેરના પ્રાણપ્રશ્નોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટોમાં વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને નગર સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વચનો આપ્યા છે. શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરો સ્થાપવાની સાથે વિવિધ મેડિકલ ટેસ્ટ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સાબરમતી નદીને શુદ્ધ બનાવવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકો પરનો આર્થિક બોજ ઘટાડવા કોંગ્રેસે પ્રોપર્ટી ટેક્સમાં મોટો ઘટાડો કરવાનો વચન આપ્યો છે. હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા સુધી લાવવા યોજના રજૂ કરવામાં આવી છે. શહેરમાં વિદેશી સ્તર જેવી સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
શિક્ષણ ક્ષેત્રમાં હાઈટેક સરકારી શાળાઓ ઉભી કરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ મળી રહે. સાથે જ આવાસ મુદ્દે “પહેલા ઘર, પછી ડિમોલિશન”ની નીતિ અપનાવવાનો વચન આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT
મૂલભૂત સુવિધાઓમાં સુધારા માટે કોંગ્રેસે મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. રસ્તાઓની ગુણવત્તા જાળવવા માટે “જનતા ઓડિટ કમિટી” રચવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્પોરેશનમાં ખાલી પડેલી 11,687 જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં સામેલ છે. શહેરના રમતગમત વિકાસ માટે સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું પણ કોંગ્રેસે વચન આપ્યું છે. આ મેનિફેસ્ટો દ્વારા કોંગ્રેસે અમદાવાદના સર્વાંગી વિકાસ માટે પોતાનું વિઝન રજૂ કર્યું છે અને આવનારી ચૂંટણીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

ADVERTISEMENT
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોર્પોરેશનમાં બહુમતી હોવા છતાં તેમના કોર્પોરેટરો નાગરિકોની સુવિધા માટે કોઈ નોંધપાત્ર કામ કરી શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીથી કોઈ સરકાર નથી બનવાની, પરંતુ 18 હજાર કરોડના બજેટ સાથે નાગરિકોને સારી સુવિધાઓ મળે તે જરૂરી છે. આ મેનિફેસ્ટોમાં મુખ્યત્વે પાયાની સુવિધાઓ જેમકે પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'નરેન્દ્રભાઈ PM બન્યા પછી કોંગ્રેસે 50 વખત ગાળો આપી', ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ ખડગે પર કર્યાં પ્રહાર
ADVERTISEMENT
કોંગ્રેસના મુખ્ય વચનો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.