બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'નરેન્દ્રભાઈ PM બન્યા પછી કોંગ્રેસે 50 વખત ગાળો આપી', ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ ખડગે પર કર્યાં પ્રહાર
Last Updated: 07:20 PM, 6 April 2026
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન અંગે ગુજરાતીમાં રોષ જોવા મળ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે મલ્લિકાર્જુનના નિવેદન અંગે આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો વિશે નિવેદન આપત્તિજનક અને દૂર્ભાગ્યપુરીણ છે.
ADVERTISEMENT
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 6.5 કરોડ ગુજરાતીનું અપમાન કર્યું. સરદાર સાહેબની ગરીમાનું પણ અપમાન કરવામાં આવ્યું. PM મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળી રહેલા સમર્થનથી કોંગ્રેસ મહેસુસ કરી રહી નથી. મલ્લિકાર્જૂન ખડગેએ સરદાર સાહેબની પણ ઉપેક્ષા કરી હતી. સરદાર સાહેબની પ્રતિમા બનાવવામાં અડચણ કોંગ્રેસ ઉભું કરાયુ. નર્મદાનું પાણી ગુજરાતીઓને મળતું હતુ તે કોંગ્રેસે અટકાવ્યું. રાસાયણીક ખાતરની સબસીડીમાં કાપ મુકી ખેડૂતોને અન્યાય કર્યો હતો. ખેડૂતોને કમાણીની આશા હતી ત્યારે કપાસની નિકાસ બંધી ફરમાવી ખેડૂતોને નુકશાન કર્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત થકી રોકાણના આવે માટે નોટિસ ફટકારવાનું કામ કરતી હતી. ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં કોંગ્રેસ સરકારે રૂકાવટ ઉભી કરી. કોંગ્રેસે જવાબ આપવો પડે સરદાર સરોવર ડેમ પર દરવાજા મુકવાની પરવાનગી કેમ ન આપી. PM બન્યા પછી નરેન્દ્ર મોદીએ 17 દિવસમાં દરવાજા મુકવાની મંજૂરી આપી. દરવાજા ખુલ્લા મુકી કચ્છ સુધી નર્મદાનું પાણી પોહોંચાડ્યું. નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહી ગુજરાતની અસ્મિતાને અપમાનિત કરી હતી. કોંગ્રેસની માનસિકતા બદલાઈ નથી.
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદી બન્યા બાદ પણ 50 વખત અપમાન કરાયું. દેશને વિશ્વ ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા પીએમ કામ કરી રહ્યા છે. ગુજરાત હંમેશા આગળ રહ્યું છે અને રહેવાનું છે. ગુજરાત આજે દેશના જીડીપીમાં 8 ટકા યોગદાન. 17 ટકા ઔદ્યોગિક હિસ્સો અને 40 ટકા કાર્ગો હેન્ડલિંગ કરે છે. રીન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 16.5 ટકા છે. ગિફ્ટ સિટી દ્વારા ગુજરાત ફીનટેક હબ બન્યું છે. સાણંદ ધોલેરા હવે સેમિ કંડક્ટર હબ બનશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર ભાળી ગયા છે માટે આવા બફાટ કરે છે. દેશ કોંગ્રેસને ઓળખી ગયું છે.
ADVERTISEMENT
DyCM હર્ષ સંઘવીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજનીતિ માત્ર વૈચારિક મતભેદ હોઈ શકે, કોઈ પણ રાજ્યના નાગરિકોનું અપમાન કરવું બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવવો અશોભનીય છે. દરેક ગુજરાતીનું અપમાન છે જેમણે પોતાની સૂદબૂજ થી ભારતનું નામ રોશન કર્યું. કોંગ્રેસના ડીએનએમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રતિ ઝેર ભરેલું છે. આ પહેલીવાર નથી કે કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું. કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં ગુજરાતીઓને ગાળો આપી ચૂંટણી પ્રચાર શરૂ કરે છે.
ADVERTISEMENT

સામાન્ય ટીપ્પણી નહીં સમજી વિચારીને તેમણે નિવેદન આપ્યું છે. નેતૃત્વ નહીં હાકની ભડાશ અને નિરાશા છે. આવા નિવેદનથી કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. ગુજરાતીઓની મહેનત અને સંઘર્ષ તેમની ઓળખ છે. ગુજરાતના લોકો રાત દિવસ મહેનત કરે છે. જે પણ મળે છે એનાથી પોતાનું ઘર ચલાવે છે કોંગ્રેસને શું વાંધો છે. ખડગે જી સાંભળે કે આ જ નકારાત્મકતા ના કારણે ગુજરાત તમને ઓળખી ચુકી છે. આત્મમંથનની જગ્યાએ ગુજરાતને ગાળો આપો છો. આજ તમારી માનસિકતા છે અને આજ કોંગ્રેસનો રવૈયો છે.
ADVERTISEMENT
કેરલની ચૂંટણીમાં પણ તમને નકારી દેવાશે. ગુજરાતની જેમ એ રાજ્યના ભોળા લોકોને ગાળો આપશો. તમે કોઈને પ્રેમ નથી કરતા એક રાજ્યને બિજા રાજ્ય સામે ઉપયોગ કરો છો.
આ પણ વાંચોઃ રામોલ-હાથીજણ વોર્ડમાં રમીઝ શેખ ટીકિટ આપતાં વિવાદ,કાર્યકરોએ ઉમેદવાર બદલવાની કરી માગ
કોંગ્રેસ નેતાઓનો આ જ રવૈયો રહ્યો છે. દેશની જનતા સુનિશ્ચિત કરશે કે તમે આજીવન વિપક્ષમાં જ રહેશો અને પછી ત્યાં પણ નહીં રહો. ગુજરાતના નાગરિકો તરફથી કોંગ્રેસના નેતાઓને સવાલ છે. ગાંધી અને પટેલની પાવન ભૂમીને અપમાન કરતા શરમ ન આવી. કોંગ્રેસ જીતતી રહી ત્યારે ગુજરાતના લોકો સારા હતા. ગુજરાતના નાગરીકો ઓળખી ગયા અને હારતા ગયા ત્યારે આ નાગરીકો મુર્ખ થઈ ગયા ?. કોંગ્રેસ આનો જવાબ આપે. નાગરીકોની સફળતા તમારી તકલીફ છે. દરેક ચૂંટણીમાં ગુજરાતને કેમ ગાળો આપે છે. નફરતની જડ શું છે એ જવાબ કોંગ્રેસ આપે. શું આ નિવેદન વ્યક્તિગત છે કે રાહુલ ગાંધીએ આપ્યું છે. કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ લખીને આપ્યું છે જેમણે હાર જોઈ લીધી. ગુજરાતની જનતા હિસાબ કરશે ગુજરાતમાંની જનતા તમને માફ નહીં કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.