બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રામોલ-હાથીજણ વોર્ડમાં રમીઝ શેખ ટીકિટ આપતાં વિવાદ,કાર્યકરોએ ઉમેદવાર બદલવાની કરી માગ
Last Updated: 06:25 PM, 6 April 2026
અમદાવાદમાં કોંગ્રેસની પહેલી યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો છે. જેમાં રામોલ-હાથીજણ વોર્ડમાં રમીઝ શેખના નામને લઈ વિવાદ સર્જાયો છે. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગ કરી છે.
ADVERTISEMENT
ઉમેદવાર બદલવા શહેર કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો
તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉમેદવાર બદલવા શહેર કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે. કાર્યકરોએ સર્વસંમતિથી 4 સભ્યોના પેનલની ભલામણ કરી છે. તેમજ રમીઝના બદલે અન્ય ઉમેદવાર બનાવવાની કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ છે. રમીઝ શેખ ભાજપનો કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસમાં જોડાયા પહેલા જ પાર્ટીએ ટિકિટ આપી દીધી હોવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું.
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યકર્તાએ કરેલા વિવાદ પર અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, રમીઝ છેલ્લા ઘણા સમયથી NSUI- યુથ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તેમજ વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરીને યોગ્ય સમાધાન લાવીશું તેમજ જણાવ્યું હતું.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જે રાજ્યના વિવિધ મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોને આવરી લે છે.
ADVERTISEMENT

એક ક્લીકમાં વાંચો કોંગ્રેસના ઉમેદવારોનું લીસ્ટો
ADVERTISEMENT
અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસે કુલ 92 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
આ યાદીમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસે કુલ 92 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે શહેરના વિવિધ વોર્ડોમાંથી ચૂંટણી લડશે.
ADVERTISEMENT

કોને કોને રીપીટ કરાયા
પાર્ટીએ કેટલાક વર્તમાન કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ મૂક્યો છે. દાણીલીમડા વોર્ડમાંથી શેહઝાદ ખાન પઠાણને ફરી તક આપવામાં આવી છે, જ્યારે અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના મોત,માતાપિતાની હાલત ગંભીર, તપાસનો ધમધમાટ
કોંગ્રેસની આ યાદી સાથે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં અન્ય પક્ષો પણ પોતાની ઉમેદવાર યાદી જાહેર કરશે. જેના કારણે રાજકીય હરીફાઈ વધુ તેજ બનવાની સંભાવના છે.ચૂંટણીના પરિણામો પર રાજ્યની રાજકીય દિશા પર અસર પડશે, તેથી તમામ પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.