બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress president Jagdish Thakor held a rally in Aravalli in support of Congress candidate Mehdersinh Vaghela

અરવલ્લી / સાફાની લાજ રાખજો, ખોળો પાથરીને ભીખ માંગુ છું, નહીંતર દુનિયા હસશે, જગદીશ ઠાકોર બન્યાં ભાવુક

Kishor

Last Updated: 07:29 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ કોંગ્રેસના ઉમેદવાર મહેદ્રસિંહ વાઘેલાના સમર્થનમાં અરવલ્લીમાં સભા યોજી હતી. જેમાં ભાજપ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

  • ચૂંટણીસભામાં જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર
  • હક્ક લેવા જનતા નબળી પડી રહી છે :  જગદીશ ઠાકોર
  • માટે ભાજપનું રાજ બેફામ બન્યુ છે: જગદીશ ઠાકોર

ગુજરાત ચુંટણીને લઇને અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી સભા માલપુર અને બાયડના બોરડી ગામે યોજાઈ હતી. ચૂંટણીસભામાં કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લીધી હતી, જાહેરસભામા જણાવ્યું હતું કે હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈ એ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે. ભાજપના નેતાઓ કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવા ગુડ્ડા ઉભા કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર મહેદ્રસિંહ વાઘેલાના પ્રચારમાં સભા
માલપુર ખાતેથી જગદીશ ઠાકોરએ કહ્યું હતું કે, અમને ક્યાંક રાજકારણ શીખવાડ્યું સમાજની સેવા શીખવાડી બધાનું હું રુણ ચૂકવું છુ.  ત્યારબાદ ખોડો પાથરી માલપુરના કાર્યકરો પાસે ભીખ માંગુ છું અને તમારી પાસે ખોડો પાથર્યો છે એની લાજ રાખજો. તેમ અંતમાં જગદિશ ઠાકોરે કહ્યું હતું.

ભાજપ ગુંડા ઉભા કરી કોંગ્રેસને હેરાન કરે છે : જગદીશ ઠાકોર
જ્યારે બાયડ તાલુકા બોરડી ગામે  ચૂંટણી સભામા  જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ વિરુદ્ધ પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘૂંટણિયે પડી ગયું હોવાનું જણાવ્યું હતું. વધુમાં જગદિશ ઠાકોર પોતાનું ગરીબીમાં વીતેલું નાનપણ યાદ કરીને ભાવુક થયા હતા. ત્યાંરબાદ આ ચુંટણીમાં કોંગ્રેસને જીતાડી 27 વર્ષની રીસ કાઢી નાખવા મતદારોને  હાકલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ