બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:24 AM, 4 April 2026
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર આવનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું છે. આ નિર્ણય પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને રાહુલ ગાંધી સાથે બેઠક બાદ તેમના નામ પર અંતિમ મહોર લાગી છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર 62 વર્ષીય ભૃગુરાજસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સેન્ટ્રલ ઝોનના કોઓર્ડિનેટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. તેઓ ઉમરેઠ તાલુકા પંચાયતના ત્રણ વખત પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ આણંદ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમના લાંબા રાજકીય અનુભવને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા છે.
ADVERTISEMENT
આ બેઠક પર ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે જેથી આ ચૂંટણી સીધી ટક્કરની બની ગઈ છે. ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા જોડાયા કોંગ્રેસમાં જોડાયા, કોળી આગેવાનો પણ પાર્ટીમાં
ભાજપ હર્ષદ પરમારના સ્થાનિક પ્રભાવ અને તેમના પિતાની રાજકીય વારસાને આધાર બનાવી જીતની આશા રાખી રહી છ, જ્યારે કોંગ્રેસ ભૃગુરાજસિંહ ચૌહાણના અનુભવો અને સંગઠનશક્તિ પર વિશ્વાસ મૂકી રહી છે. ઉમરેઠ બેઠક પર લગભગ 2.4 લાખથી વધુ મતદારો છે જે આ ચૂંટણીને વધુ મહત્વની બનાવે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી પરંતુ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની રહી છે. પરિણામ 4 મેના રોજ જાહેર થશે જે રાજ્યના રાજકારણમાં આગામી દિશા નક્કી કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.