બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / congress-and-bjp-statement-on-modi-government-approves-10-reservation

NULL / સવર્ણોને અનામતઃ ભાજપે ગણાવ્યો 56 ઇંચનો નિર્ણય કોંગ્રેસે કહ્યું- હાર ભાળી જતા લીધો નિર્ણય

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ નવુ વર્ષ આવતા જ લોકસભા ચૂંટણીને લઇ રાજકારણમાં ધમધમાટ ચાલી રહ્યો છે. 2019ની પહેલી જ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે આર્થિક આધારે સવર્ણોને પણ 10 ટકા અનામત આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ છે. 

રાજકીય દળો અને નેતાઓની પ્રતિક્રીયાઓ...

શિવપ્રતાપ શુક્લાનું નિવેદન
કેન્દ્રીય મંત્રી શિવપ્રતાપ શુક્લાનું કહેવું છે કે આ પ્રકારનો નિર્ણય માત્ર 56 ઇંચ વાળા વ્યક્તિ જ લઇ શકે છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે.

અનામતની જાહેરાત પર આઈકે જાડેજાની પ્રતિક્રિયા
સરકારનો નિર્ણય આવકારદાયક છે. કેબિનેટમાં અનામત માટે સંશોધનની વાત કરી છે. આઝાદી બાદ પહેલી વખત આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ઓબીસી એસસી-એસટીના હકોને સ્પર્શતા નથી.

મોદી સરકારની જાહેરાત બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસની અમી યાજ્ઞનિકનું કહેવું છે કે આ પ્રકારના અનામત પર ઘણી ટેકનિકલ અડચણો છે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારે અનામત આપવાનો શું ઉદ્દેશ્ય છે તે પણ જોવો પડશે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર બિલ આવવા અને પાસ થવામાં ઘણો સમય લાગી શકે છે. સરકાર આ મુદ્દાને લઇને સીરિયસ નથી.

ભરતસિંહ સોંલકીનુ નિવેદન
ભાજપને હવે અનામત યાદ આવી છે. હાર ભાળી જતા ભાજપે નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને આવકારીએ છીએ. OBC સમાજ એક થાય તો કોંગ્રેસ સત્તા પર આવે. ગુજરાતમાં માધવસિંહ સોલંકીની સરકારે બલિદાન આપ્યું છે. OBCને અનામત અપાવવા માધવસિંહની સરકારે બલિદાન આપ્યું છે. PM OBC હોવાનું ગૌરવ લે છે પણ OBC માટે કાંઇ કર્યુ નથી. PM મોદીએ જે તે સમયે 27 ટકા અનામતનો વિરોધ કર્યો હતો. ભાજપ વચનો આપવામાં પાવરધુ છે. ભાજપ જે બોલે છે તે સાબિત કરી બતાવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ