બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Congress accuses builders of ghee-banana in shop-house deduction case in Naranpura, mayor says work will be done

અમદાવાદ / નારણપુરામાં દુકાન-ઘર કપાતનો મામલે બિલ્ડર્સને ઘી-કેળાનો કોંગ્રેસનો આરોપ, મેયર કહે છે કામ તો થશે જ

Published By: Mehul

Last Updated: 04:17 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારણપુરામાં દુકાન-ઘર કપાતનો મામલે સ્થાનિક નાગરિકોએ પોસ્ટર લગાવી કર્યો વિરોધ.મેયરે કહ્યું લોકહિતમાં થતા કામમાં દખલગીરી ન કરવી જોઇએ. કોન્ગ્રેસના સણસણતા આરોપ

  • નારણપૂરામાં રોડ કપાત મામલો હવે નવી દિશાએ
  • સ્થાનિક નાગરિકોએ તંત્ર સામે લગાવ્યા પોસ્ટર્સ 
  • મોટા બિલ્ડર્સને ફાયદો કરાવવા ભાજપ આગળ -દોશી 

અમદાવાદના નારણપુરામાં દુકાન-ઘર કપાતનો મામલે સ્થાનિક નાગરિકોએ પોસ્ટર લગાવી કર્યો હતો વિરોધ કર્યો છે. આ અંગે અમદાવાદ મહાપાલિકાના મેયર મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું છે કે, વિરોધ થશે પણ કામ અટકશે નહીં, નાગરિકોએ લોકહિતમાં થતા કામમાં દખલગીરી ન કરવી જોઇએ. સ્થાનિકોએ વિરોધ ન કરી સહકાર આપવો જોઇએ.

શું છે મામલો 

અમદાવાદનો નારણપુરા વિસ્તારમાં મનપા સામે સ્થાનિક લોકોએ ફરી વિરોધનો વંટોળ ઉઠાવ્યો છે. રોડ કપાત મૂદ્દે સ્થાનિકોએ અનોખો વિરોધ  પ્રદર્શિત કરતા ઘરની બહાર તંત્રની સામે પોસ્ટર લગાવી  વિરોધ નોંધાવ્યો છે.નાગરિકોનો આક્ષેપ છે કે, ટ્રાફિક સમસ્યાના બહાને ઘર-દુકાનો કપાત કરવામાં આવે છે. ઉપરાંત કોર્પોરેટર્સ બિલ્ડર્સને ફાયદો કરાવવાના હેતુથીં આ કામગીરી થઇ રહી છે.સાથોસાથ વૃક્ષો કાપવાના વિરોધમાં પણ લાગ્યા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. દુકાન કપાતા રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. વ્યાપારીઓનું કહેવું છે કે, વર્ષો બનાવેલી દુકાનો હવે વિકાસના નામે તોડી રહ્યાં છે. સ્થાનિક નાગરિકોએ સુત્ર આપ્યું  છે 'રોડ કપાત અટકાવો અમારા ઘર બચાવો'

કોંગ્રેસની પ્રતિક્રિયા 

નારણપુરામાં રોડ કપાત અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે, ભાજપના નેતાઓ વિકાસના નામે લોકોને અન્યાય કરે છે. તેમને આરપ લગાવતા કહ્યું કે, જમીન માફિયાઓને ફાયદો થાય તેવી ગોઠવણ કરે છે. ઉપરાંત નાના માણસોની જમીન, વેપાર ધંધાને નુકસાન થાય તેવી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. દોશીનું કહેવું છે કે, મોટા બિલ્ડરોને ફાયદો થાય તેવી ભાજપની નીતિ છે . જમીનનો વેપાર કરતા બિલ્ડરો પાસેથી ભાજપ ચૂંટણી ફંડ લે છે અને બિલ્ડરોને ફાયદો કરાવવાની શરતો સાથે ફંડ ઉઘરાવે છે. જેનું જીવતું-જાગતું ઉદાહરણ નારણપુરાની ઘટના છે. નાના વેપારી અને લોકોને ન્યાય આપવાની સરકારની જવાબદારી છે ત્યારે  કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બનશે, નાગરિકોને અપીલ કરતા પ્રવક્તાએ કહ્યું કે, નોટ અને વોટ આપતા નાના માણસોએ જાગવાનો સમય આવી ગયો છે. મેયરને ખબર નહીં હોય કે કઇ દિશામાં કામ ચાલે છે. જે કઈ ચાલી રહ્યું છે તે  કમલમમાં ગોઠવણના ભાગરૂપે થાય છે.    
 

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ આરોપ કોંગ્રેસ નારણપુરા બિલ્ડર્સ ભાજપ મહાપાલિકા રોડ કપાત વિરોધ સ્થાનિક નાગરીકો ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ