બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ભારત / Politics / Confidence of victory for PM Modi, planning of post-election work has been started

લોકસભા ચુંટણી / PM મોદીને જીતનો વિશ્વાસ, ચૂંટણી પછીના કામોનું પ્લાનિંગ શરૂ કરી દેવાયું: 10 કલાક સુધી ચાલી મેરેથોન બેઠકો

Priyakant

Last Updated: 10:42 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક, ચૂંટણીની તૈયારીઓની સાથે ચૂંટણી પછીની કામગીરી માટે પણ આયોજન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીમાં PM મોદીને જીતનો વિશ્વાસ છે તે અંદાજો ગઇકાલે મળેલ કેન્દ્રીય કેબિનેટની છેલ્લી મિટિંગ બાદ લગાવી શકાય છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 માર્ચે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સાથે ચૂંટણી પછીની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ભાજપને પોતાની જીત પર એટલો વિશ્વાસ છે કે, તેણે ચૂંટણી બાદ 100 દિવસનો એક્શન પ્લાન બનાવ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક દરમિયાન વિકસિત ભારત 2047 માટેના રોડમેપ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદીના વિકસિત ભારત માટેના વિઝનની ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે દરેક યુવાનો માટે શૂન્ય ગરીબી, કૌશલ્ય અને કલ્યાણ યોજનાઓ.

શું કહ્યું PM મોદીએ ? 
એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ PM મોદીએ તેમના અધિકારીઓને કહ્યું કે, તેઓ સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખે અને ચૂંટણીના સમયગાળાને રજા તરીકે ન લે કારણ કે આ દરમિયાન પાર્ટી નેતૃત્વ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત રહેશે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, ચૂંટણી બાદ સરકાર પરત આવશે ત્યારે નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં મે મહિનામાં નવી સરકારની રચના બાદ તરત જ કામ શરૂ કરવા માટે 100 દિવસનો એજન્ડા પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

શું છે PM મોદીની ભવિષ્યની યોજના?
અહેવાલ છે કે, PM મોદી 4 થી 6 માર્ચ દરમિયાન તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે જવાના છે. તે તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56,000 કરોડ અને સાંગારેડ્ડીમાં આશરે રૂ. 6,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી હૈદરાબાદમાં સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (CARO)નું ઉદ્ઘાટન કરશે. તે સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોર લોડિંગના સાક્ષી બનવા માટે તમિલનાડુમાં કલ્પક્કમ પહોંચશે.

વધુ વાંચો: ઉત્તરથી દક્ષિણ સુધી PM મોદીની 'મેરેથોન' રેલીઓ: 9 દિવસમાં 11 રાજ્યોને આપશે અનેક ભેટ 

PM મોદી ઓડિશાના ચંદીખોલમાં રૂ. 19,600 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય PM મોદી કોલકાતામાં 15,400 કરોડ રૂપિયાના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને બિહારના બેતિયામાં 12,800 કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરશે. મુઝફ્ફરપુર-મોતિહારી એલપીજી પાઈપલાઈનનું પણ ઉદ્ઘાટન થવાનું છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે, 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની તારીખ 13 માર્ચે જાહેર થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ