બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Politics / PM Modi will give many gifts to 11 states in 9 days

લોકસભા ચૂંટણી / ઉત્તરથી દક્ષિણ સુધી PM મોદીની 'મેરેથોન' રેલીઓ: 9 દિવસમાં 11 રાજ્યોને આપશે અનેક ભેટ

Priyakant

Last Updated: 10:04 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 : PM મોદી 4 થી 12 માર્ચ સુધી કોઈપણ વિરામ વિના રાજ્યોનો પ્રવાસ કરશે અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન મોડમાં કામ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશભરના રાજ્યોનો તોફાની પ્રવાસ ચાલુ છે. તાજેતરમાં દક્ષિણના રાજ્ય કેરળ, તમિલનાડુની સાથે મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા PM મોદી આગામી 9 દિવસ સુધી 'ભારત દર્શન'માં વ્યસ્ત રહેશે. PM મોદી 4 થી 12 માર્ચ સુધી કોઈપણ વિરામ વિના રાજ્યોનો પ્રવાસ કરશે અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 

આ 9 દિવસોમાં PM મોદી દેશભરના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમાં તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ ક્રમમાં PM મોદી હવે 4 થી 7 માર્ચ સુધી પાંચ રાજ્યોનો મેરેથોન પ્રવાસ કરવા જઈ રહ્યા છે જેમાં તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

File Photo

PM મોદીના પ્રવાસની શરૂઆત તેલંગાણાથી થશે 
PM મોદી સોમવારે સૌપ્રથમ તેલંગાણા પહોંચશે જ્યાં તેઓ સવારે 10.30 વાગ્યે આદિલાબાદમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી PM મોદી ત્યાં 11.15 વાગ્યે જનસભાને પણ સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે જ્યાં પહેલા તે કલ્પક્કમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી PM મોદી સાંજે 5.15 કલાકે ચેન્નાઈમાં જનસભાને સંબોધશે.

મંગળવારે PM મોદીનો શું છે કાર્યક્રમ ? 
PM મોદી મંગળવાર, 5 માર્ચ, સવારે 10:45 કલાકે સાંગારેડ્ડીમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ સવારે 11:30 વાગ્યે અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. 5 માર્ચે જ PM મોદી ઓડિશાના ચંદીખોલ જાજપુરમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને બપોરે 2:30 વાગ્યે એક જાહેર સભાને સંબોધશે.

File Photo

બુધવારે PM મોદી બિહારને ઘણી ભેટ આપશે
આપછી બુધવારે 6 માર્ચે PM મોદી કોલકાતામાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી PM મોદી બારાસતમાં જનસભાને સંબોધશે. ત્યારપછી વડાપ્રધાન બિહારની મુલાકાતે નીકળશે અને બેતિયામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ગુરુવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે PM મોદી
PM મોદી 7 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 કલાકે શ્રીનગરના SKICC સ્ટેડિયમમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અહીં મિશન 370 પ્લસ સીટો સંબંધિત ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદીની આ વિશાળ રેલીમાં 2 લાખથી વધુ લોકો ભાગ લઈ શકે છે.

File Photo

શુક્રવાર દિલ્હી અને શનિવારે આસામમાં PM મોદી
8 માર્ચે વડાપ્રધાન દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કારમાં ભાગ લેશે. વડાપ્રધાન એ જ દિવસે સાંજે આસામ જશે. 9 માર્ચે વડાપ્રધાન અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. ત્યાં PM મોદી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ PM મોદી ઇટાનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.અરુણાચલ પ્રદેશથી PM મોદી આસામ જશે અને આસામના જોરહાટમાં લચિત બરફૂકનની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પછી તેઓ જોરહાટમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તે પછી PM મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ ત્યાં એક જનસભાને પણ સંબોધિત કરશે.

File Photo

રવિવારે ઉત્તરપ્રદેશ તો સોમવારે દિલ્હીમાં PM મોદી
રવિવાર અને 10 માર્ચે PM મોદીઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને આઝમગઢથી વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. 11 માર્ચે વડાપ્રધાન નવી દિલ્હીના પુસામાં નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી સાથે સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાંજે PM મોદી DRDOના એક કાર્યક્રમમાં હાજરી આપશે.

વધુ વાંચો: નદીની નીચે સુરંગમાં દોડશે મેટ્રો ટ્રેન, એન્જિનિયરિંગનો ચમત્કાર છે સ્ટેશન: PM મોદી કરશે લોકાર્પણ, જાણો ખાસિયત

મંગળવારે ગુજરાત અને રાજસ્થાનમાં PM મોદી
આ પછી 12 માર્ચે વડાપ્રધાન ગુજરાતમાં સાબરમતીની મુલાકાત લેશે. આ પછી PM મોદી રાજસ્થાન જશે અને જેસલમેર જિલ્લાના પોકરણની મુલાકાત લેશે. 13 માર્ચે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને આસામમાં 3 મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પછી, પીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમાજના વંચિત વર્ગો માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ