બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi will inaugurate India's first underwater metro tunnel

કોલકાતા / નદીની નીચે સુરંગમાં દોડશે મેટ્રો ટ્રેન, એન્જિનિયરિંગનો ચમત્કાર છે સ્ટેશન: PM મોદી કરશે લોકાર્પણ, જાણો ખાસિયત

Priyakant

Last Updated: 09:16 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kolkata Metro Latest News: PM મોદી કોલકાતામાં કરોડો રૂપિયાના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, ભારતની પહેલી અંડરવોટર મેટ્રો ટનલનું પણ કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 માર્ચે પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. આ દરમિયાન PM મોદી કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેટ્રો હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે દોડશે. આ સાથે PM મોદી કોલકાતામાં કરોડો રૂપિયાના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી કોલકાતા મેટ્રોના હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન, કવિ સુભાષ સ્ટેશન-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે. 

અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ચાલશે. આનાથી લોકોનો અવરજવરનો ​​સમય ઘટશે. તે સેક્ટર V થી હાવડા સુધી ચાલશે. હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. 

જાણો શું છે માજેરહાટ મેટ્રો સ્ટેશનની ખાસિયત ? 
કોલકાતા મેટ્રોની હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો ટનલ એ ભારતની કોઈપણ નદીની નીચે બાંધવામાં આવેલી પ્રથમ ટનલ છે. આ સાથે હાવડા મેટ્રો સ્ટેશન એ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે. આ ઉપરાંત માજેરહાટ મેટ્રો સ્ટેશન (તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે) એ એન્જિનિયરિંગની અનોખી અજાયબી છે. આ એકમાત્ર મેટ્રો સ્ટેશન છે જે સીધા રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની ઉપર બનેલ છે. કોલકાતા મેટ્રો રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કૌશિક મિત્રાએ કહ્યું કે, આ PM મોદી તરફથી કોલકાતાના લોકોને ભેટ છે. આ ઉદ્ઘાટન સાથે લાંબા સમયનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.

વધુ વાંચો: રાયબરેલી નહીં દીવ-દમણથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી? કેતન પટેલના દાવાથી રાજકારણ ગરમાયું 

પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર માટે અંડરવોટર ટનલ 
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, કોલકાતા મેટ્રો પર કામ 1970ના દાયકામાં શરૂ થયું હતું, પરંતુ મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ થઈ છે તે પાછલા 40 વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાનનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને દેશ માટે પાયો નાખવા પર છે, જે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. કોલકાતા મેટ્રોનું કામ અનેક તબક્કામાં આગળ વધ્યું. વર્તમાન તબક્કામાં શહેરના પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર માટે નદીની નીચે એક ટનલ બનાવવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ