બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / Politics / અન્ય જિલ્લા / Priyanka Gandhi will contest election from Diu-Daman not Rae Bareli?
Last Updated: 08:55 AM, 4 March 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ સામે આવી શકે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે હવે એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે, પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ દાવો કોંગ્રેસના દમણ દીવ યુનિટના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે.
ADVERTISEMENT
દમણ દીવમાં ભાજપની હાજરીની વાત કરીએ તો ભાજપે સતત ચોથી વખત દમણ દીવ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પોતાના સૌથી મોટા ચહેરા પ્રિયંકા ગાંધીને પણ આ બેઠક પરથી ઉતારી શકે છે.
જાણો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શું કહ્યું ?
દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનું ગણિત ઘડવામાં આવ્યું છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીને આ નાના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
ADVERTISEMENT
જો પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડે તો....
કેતન પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જો આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને છે તો તેની અસર માત્ર દમણ દીવ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર પડી શકે છે. આ ઉપરાંત દીવના કારણે સૌરાષ્ટ્રની સમગ્ર લોકસભા બેઠકો પ્રભાવિત થઈ શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના આ દાવા બાદ આ નાના વિસ્તારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
ADVERTISEMENT
હવે સૌની નજર રાયબરેલી પર
વાસ્તવમાં અત્યાર સુધી સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. સૌપ્રથમ સોનિયાએ 1999માં અમેઠીથી ચૂંટણી લડી હતી, આ તે સમય હતો જ્યારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. આ પછી તેઓ 2004, 2009, 2014 અને 2019 માં રાયબરેલીથી ચૂંટણી જીત્યા. જોકે 2019 માં સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, તે વર્ષ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. થોડા દિવસ પહેલા જ સોનિયા ગાંધીને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી સોનિયાને રાજ્યસભામાં મોકલ્યા બાદ પ્રિયંકા પણ દમણ દીવથી લોકસભાની ચૂંટણી લડે છે તો અહીંથી કોને ટિકિટ આપવામાં આવશે તે જોવા માટે સૌની નજર રાયબરેલી બેઠક પર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.