ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big statement on the discussion of Amrish Der joining BJP
Last Updated: 08:39 AM, 4 March 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી રાજુલાનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાબતે અમરેલી જીલ્લા પંચાયતનાં વિપક્ષના નેતાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. જેમાં વિપક્ષનાં નેતા કહ્યું કે, અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તો અમે ભાજપ સાથે જઈશું. અમરીશ ડેર ભાજપમાં જાય તો અમરેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડશે. તેમજ સ્થાનિક નેતાઓને મોટો સમૂહ અંબરીશ ડેર સાથે ભાજપમાં જોડાશે. હાલ જો અને તો ની અટકળો તેજ બની છે. અંબરીશ ડેરની સાથે પૂંજા વંશને પણ ભાજપમાં લાવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
જીલ્લા પંચાયત વિરોધ પક્ષનાં નેતાનું નિવેદન
આ બાબતે અમરેલી જીલ્લા પંચાયતનાં વિપક્ષનાં નેતા પ્રભાત કોઠીવાળાએ કહ્યું કે, કાર્યકારી અધ્યક્ષ ઓબીસી ગુજરાત મહાસભા પ્રદેશ અને જીલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા હાલ અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ. પરંતું અમારા અમરેલી જીલ્લાનાં લોકપ્રિયનેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો અમારો એક મોટો સમુહ જીલ્લા પંચાયતનાં સભ્યો સહિતનો, તાલુકા પંચાયતનાં સભ્યો, નગર પાલિકાનાં હોદ્દેદારો તેમજ પાર્ટીનાં જે મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો પાર્ટી છોડવાની તૈયારી છે.
કોણ છે અંબરિષ ડેર ?
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો.
ADVERTISEMENT
અમરીશ ડેર કેસરીયા કરશે ?
સૂત્રો પાપ્ત માહિતી મુજબ અંબરિષ ડેર કોંગ્રેસમાંથી એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા છે. અગાઉ પણ અમરીશ ડેર ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ હતી. જો કે, આપને જણાવીએ કે, અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમણે નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.