ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / An explanation about Harsh Patel, the main accused in the Dingucha human trafficking case

ખુલાસો / હર્ષ પટેલની કર્મકુંડળી ખૂલી: પોતે 'સેટિંગ' કરીને USAમાં ઘૂસ્યો, પછી બીજા લોકોને લઈ જવા કર્યા આવા કામ, બની ગયો 'ડર્ટી હેરી'

Published By: Vishal Khamar

Last Updated: 08:30 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ તેણે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ જતો પોતે પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અમેરિકાની શિકાગો પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

ડિંગુંચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપી હર્ષ પટેલને લઈ ખુલાસો કર્યો છે. લોકોને ગેરકાયદે USA લઈ જતો હર્ષ પટેલ પોતે પણ ગેરકાદે પ્રવેશ્યો હતો. હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી પણ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યો હતો. ડર્ટી હેરી કેનેડામં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. હર્ષ પટેલે ભારતીય યાત્રીઓ માટે 35 ટ્રીપની વ્યવસ્થા કરી હતી. તેમજ અમેરિકાએ હર્ષ પટેલનાં 5 વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી હતી. 20  ફેબ્રુઆરીએ અમેરિકાના શિકાગોમાંથી હર્ષ પટેલની ડિંગુચા પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી. 

આરોપી હર્ષ પટેલનું ઘર

હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે ઓળખે છે
છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. ત્યારે હર્ષ પટેલની શિકાગોનાં ઓ'હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ તેની ડિટેન્શન હિંયરિંગ 28 ફેબ્રુઆરીનાં રોજ થવાની છે. 

સ્ટીવ શાન્ડ નામનાં વ્યક્તિને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ સોંપ્યું 
હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે. તેણે સ્ટીવ શાન્ડ નામનાં એક વ્યક્તિને જગદીશ પટેલ સહિત ગ્રુપનાં લોકોને બોર્ડર ક્રોસ કરવા અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારે તા. 18 જાન્યુઆરી 2022 નાં રોજ હર્ષ પટેલનાં એક દિવસ પહેલા હર્ષ તેમજ શાન્ડ વચ્ચે મેસેજ મારફતે વાતચીત થઈ હતી. વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પહેર્યા છે કે નહી તેની તપાસ કરવી. તેમજ તેઓને કઈ જગ્યાએથી પીકઅપ કરવાનાં છે તેનું લોકેશન તેમજ બે મોબાઈલ નંબર પણ શેર કર્યા હતા. 

ગેરકાયદેસર રીતે લોકોનો બોર્ડર ક્રોસ કરાવવા પાંચ ટ્રીપ મારી હતીઃ સ્ટીવ શાન્ડ
હર્ષ પટેલ માટે કામ કરત સ્ટીવ શાન્ડને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022 ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીનાં અધિકારીઓની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી જાન્યુઆરી 2022 સુધી ગેરકાયદેસર રીતે ભારતથી આવેલા લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા સુધી પહોંચાડવા કુલ પાંચ ટ્રીપ મારી હતી. જેનાં હર્ષ પટેલે તેને 2500 ડોલર ચૂકવ્યા હતા. 

હર્ષ પટેલનો ગુનાહિત ઈતિહાસ
હર્ષ પટેલનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલમાં પણ જઈ આવ્યો છે.  2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતું તેને છોડી મુકાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

વધુ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં નવી સિસ્ટમ અમલી, આંગળીના ટેરવે વીજ મીટર ચાલુ બંધ થશે, લાઇટ ચાલુ હશે તેની ચિંતા નહીં

ઈન્ડિયાથી હર્ષ પટેલે અમેરિકામાં વિઝા મેળવવા ચાર વખત પ્રયત્ન કર્યો
કોર્ટ ડોક્યુમેન્ટમાંથી મળતી માહિતી મુજબ હર્ષકુમાર પટેલ ઈન્ડિયાથી અમેરિકાનાં સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વખત પ્રયાસ કર્યો હતો. જ્યારે ચારેય વખત તેની એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016 માં હર્ષ પટેલે કેનેડા ગયો હતો જ્યાંથી તેણે ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી.  જેમાં હર્ષ પટેલે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dinguncha Harsh Patel USA human trafficking ગેરકાયદેસર ડિંગુચા પરિવાર સ્ટુડન્ટ વિઝા હર્ષ પટેલ ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ