બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / First in Saurashtra zone, the installation of smart electricity meter was started in Rajkot

સ્માર્ટ મીટર / ગુજરાતના આ શહેરમાં નવી સિસ્ટમ અમલી, આંગળીના ટેરવે વીજ મીટર ચાલુ બંધ થશે, લાઇટ ચાલુ હશે તેની ચિંતા નહીં

Dinesh

Last Updated: 11:30 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: સૌરાષ્ટ્ર ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સૌ પ્રથમ રાજકોટ PGVCLના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવામાં આવ્યા છે

જો તમે બહાર ગયા હોવ અને ઘરના ઈલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાનું ભૂલી ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણે હવે સ્માર્ટ મીટર આવી ગયા છે. જેને તમે તમારા મોબાઈલની મદદથી ઓપરેટ કરી શકશો. જેથી હવે વધારે વીજળી વપરાવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.  વીજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

 

રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર 
જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સૌ પ્રથમ રાજકોટ PGVCLના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટરની ખાસિયતો પર વાત કરીએ તો. આ સ્માર્ટ મીટર AI ટેક્નોલોજી સાથે આવે છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે. ક્યા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે.

વાંચવા જેવું: વર્ષ પહેલા જાહેરમાં તૂતૂ-મેમે, હવે ખુશી ખુશી મિલન, બા-બેનની રાજનીતિ સમજવી અધરી

PGVCL પણ હવે સ્માર્ટ બની રહ્યું છે
જો લોકો બહારગામ જાય અને ઘરના વીજ ઉપકરણ બંધ કરતા ભૂલી જાય તો મોબાઈલની મદદથી આ સ્માર્ટ મીટર બંધ કરી વીજળીનો વેડફાટ અટકાવી શકાશે. દર બે મહિને બીલ ભરવાને બદલે જ્યારે જેટલા દિવસ વીજળી વાપરવી હોય તેટલું બીલ ભરી શકશો. મીટરમાં કોઈ ખામી આવે તો ગ્રાહક તેમજ વીજ વિભાગને ખ્યાલ આવી જશે. પ્રથમ તબક્કામાં 23 લાખ જ્યારે બીજા તબક્કામાં 32 લાખ સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવાનું PGVCLનું આયોજન છે. આગામી સમયમાં વ્હોટ્સએપ નંબરની સાથે ફેસબુક મારફતે પણ સ્માર્ટ મીટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આમ PGVCL પણ હવે આધુનિક ટેક્નોલોજી સાથે તાલ મીલાવીને ચાલી રહ્યું છે. PGVCL પણ હવે સ્માર્ટ બની રહ્યું છે તેવું કહીએ તો પણ નવાઈ નહીં.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ