બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

અમદાવાદ / ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

Last Updated: 05:16 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar Drugs Case: પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે

ગુજરાતના દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. વધુ 3 આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.

ATS  GUJARAT

આ કેસમાં વધુ 3 આરોપી કરી ધરપકડ

આરોપી અલી અસ્ગર, કૈલાશ સનપ અને દત્તા અંધાલ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પાપ્ત વિગતો મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી અલી અસ્ગર અને કૈલાશ સનપ દુબઈ જઈને આ ડ્રગ્સ સપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું હતું. દુબઈનાં સૌમાલી કેન્ટીનમાં ડ્રગ્સ ભારતમાં લાવવા માટેનો સોદ્દો નક્કી થયો હતો. તેમજ આરોપી કૈલાશ અને ડ્રગ્સ માફિયા ફિદાની સાથે ડ્રગ્સને લઈને એક બેઠક પણ થઈ હતી. પાકિસ્તાનથી ડ્રગ્સ લાવીને એક વ્યક્તિ ડ્રગ્સ પહોંચાડવા માટે વર્ચ્યુલ નંબર પણ આપ્યો હતો.

1 કિલો ડ્રગ્સના 97 હજાર ભાવ નક્કી થયા હતાં

અત્રે જણાવીએ કે, 1 કિલો ડ્રગ્સના 97 હજાર ડિલિવરી સાથે ભાવ નક્કી થયો હતો. જે તમામ નક્કી કરીને આરોપી કૈલાશ દુબઈ બેઠક કરી એક સેટેલાઇટ ફોન લઈને આવ્યો હતો. દરિયાઈ જળ સીમામાંથી બોટ લઈ જવા માટે કોઈ ભાડે બોટ આપવા તૈયાર ન હતું બાદમાં આરોપી કૈલાશે સલાયાથી બોટ હાયર કરી હતી. બોટ ચલાવનાર ટંડેલ, બોટનું મેન્ટ્સન કરનારા એક વ્યક્તિ, એક હેન્ડિકેપ વ્યક્તિ સહિત બે આરોપી બોટમાં સવાર હતાં. બોટમાં આરોપી મંગેશ અને હરિદાસ પણ હતાં.

ડ્રગ્સ બોટમાં અપહરણ થયું હતું

ડ્રગ્સ લેવા જળ સીમા જતા જ બે આરોપીએ બોટ ચલાવનાર સિવાય બોટમાં રહેલા અન્ય બે લોકોના હાથ પગ બાંધી અપહરણ કરી લીધું હતું. બાદમાં બોટ લઈને ડ્રગ્સ લેવા નીકળેલા આરોપી સાથે પુનાના કૈલાશ સાથે સેટેલાઇટ ફોનથી સંપર્ક કર્યો હતો. બોટમાં રહેલા આરોપી દત્તા અંધાલે દ્વારા પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સેટેલાઇટ ફોનથી વાતચીત કરી હતી તો બીજી બાજુ મુખ્ય આરોપી કૈલાસ બોટમાં રહેલ દત્તા સાથે સેટેલાઇટ ફોન વાતચીત કરી કોર્ડીનેટ કરતા રહ્યો અને આમ બોટ લઈને નશાનો સામાન લઈ પહોંચ્યા હતાં.

વાંચવા જેવું: પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો

વર્ચ્યુઅલ નંબર ?

ગુજરાત ATSએ માહિતીના આધારે ઇન્ટરનેશલ IMBL નજીક આરોપીઓને ઝડપી લીધા હતાં. બોટમાં સવાર બંધક બનાવેલા લોકોને છોડી ડ્રગ્સ સપ્લાય પર્દાફાશ કર્યો હતો. તેમજ આ કેસમાં વર્ચ્યુઅલ નંબરની શોધખોળ શરૂ કરાઈ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ