બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Compromise between Brijrajdan Garhvi and Devayat Khawad

વાક યુદ્ધ / બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન: VIDEO જાહેર કરી કહ્યું, 'બે ભાયું ભેળા જ છીએ'

Vishnu

Last Updated: 10:56 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને કલાકારો વચ્ચે સુખદ સમાધાન થયું છે.

  • લોકસાહિત્ય જગતના બે કલાકાર વચ્ચે સમાધાન
  • દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે ચાલી રહ્યો હતો વિવાદ
  • મઢડા સોનલધામથી વીડિયો કર્યો જાહેર
     

ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ 'મર્દાનગી અને માયકાંગલા' મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થયા બાદ વાક યુદ્ધ વિવાદ જગ જાહેર થયો હતો. ત્યારે હવે દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચે સમાધાન થયું છે. મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું છે. બંને કલાકારોએ સોનલધામ ખાતેથી એક વીડિયો જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડે શું કહ્યું?, જુઓ વીડિયો

 


શું છે સમગ્ર મામલો? 

રૂપલ માં જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં જોશમાં આવીને બ્રિજરાજદાન ગઢવીએ હજારો લોકોની વચ્ચે કહ્યું હતું કે, 'રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ'. વધુમાં આ તકે તેમણે કહ્યું હતું કે, 'એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.' 

લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છેઃ દેવાયત ખવડ

જે બાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ મંદિર ખાતે ગત શનિવારના રોજ લોકડાયરો યોજાયો હતો. જેમાં દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે લોકસાહિત્યકાર દેવાયત ખવડે બ્રિજરાજદાનની વાતનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.'  જેને લઈને વિવાદ ચાલતો હતો. જે વિવાદનો હવે અંત આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ