ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Complaint Gujarat AAP Chairman Gopal Italia

રાજકારણ / હિન્દુ ધર્મ વિશે આવું બોલ્યા કે, ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ થઈ ફરિયાદ

Published By: Shyam

Last Updated: 09:04 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોર અને કપડવંજ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે, હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાની અરજી કરાઈ, થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો

ADVERTISEMENT

  • AAP નેતા ગોપાલ ઈટાલિયા સામે અરજી
  • ડાકોર અને કપડવંજ પોલીસ મથકમાં કરાઈ અરજી
  • હિન્દૂ ધર્મના લોકોની લાગણી દુભાવવાની અરજી

ગુજરાતમાં AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે વધુ એક અરજી નોંધાઈ છે. ડાકોર અને કપડવંજ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાની અરજી કરાઈ છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગોપાલ ઇટાલિયા દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. 

મહત્વનું છે કે, થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે ભગવાની કથાઓ અને ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. અને આવી વિધિ પાછળ લોકો સમય બગાડી રહ્યા હોઈ તેવું નિવેદન આપ્યું હતું. લોકો ધાર્મિક વિધિ પાછળ નાણા અને સમય બગાડે છે. વર્ષોથી એક જ કથાઓ લોકોને સંભળાવવામાં આવી રહી હોવાનું પણ ઈટાલિયાએ નિવેદન આપ્યું હતું. જો કે, Vtv આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી. 

સુરતમાં AAPના 27 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ

તો આ તરફ સુરત મનપામાં AAP દ્વારા ધમાલનો મામલે વધુ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં સિક્યુરિટી સુપરવાઇઝરે AAPના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી છે. AAPના 27 કોર્પોરેટરો, 2 ઉમેદવારો સામે ફરિયાદ નોંધાવી છે. જાહેરનામા ભંગ, સરકારી કામમાં રુકાવટની ફરિયાદ નોંધાવી છે. 

2022ની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીની જાહેરાત

તો આજે એક પત્રકાર પરિષદના આયોજનમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ કેટલીક જાહેરાતો કરી હતી. જેમાં ગોપાલ ઈટાલિયાએ કોરોના સંક્રમણમાં મૃત્યુ પામેલા લોકોને સહાયની વાત કરી હતી. ઈટાલિયાએ કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર આવી તો, તંત્રની ખામીના કારણે જે લોકોનો જીવ ગયો છે. તેમને એક વ્યાજબી સહાયની ચૂકવણી કરવામાં આવશે. સાથે કહ્યું કે, જે ગામડાઓમાં લોકોને સંક્રમણનું ભોગ બનવું પડ્યું છે. તે ગામડાની માટી એકઠી કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gopal Italiya aap surat આમ આદમી પાર્ટી કપડવંજ ગુજરાત ડાકોર Gopal Italia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ