બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Commercial Gas Cylinder Price Hike: Hitting Middle Class on Day 1 of 2023

મોંઘવારીનો માર / કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલો વધારો: 2023ના પહેલા જ દિવસે મિડલ ક્લાસને ઝટકો

Megha

Last Updated: 09:41 AM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે એ મુજબ સિલિન્ડર ખરીદવું આજથી મોંઘું થઈ ગયું છે.

  • ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી 
  • ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો આટલો વધારો 

નવા વર્ષના પહેલા દિવસે સામાન્ય માણસનના ખિસ્સા પર ભાર વધી ગયો છે, સરકારી તેલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે એ મુજબ 1 જાન્યુઆરી, 2023થી ગેસ સિલિન્ડરની કિંમતો વધી છે. એટલે કે સિલિન્ડર ખરીદવું આજથી મોંઘું થઈ ગયું છે.  ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે જો કે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે અને ઘરેલું ગેસ સિલિન્ડર તેમના જૂના દરે ઉપલબ્ધ છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈથી લઈને પટના સુધીના તમામ શહેરોમાં ગેસ સિલિન્ડર ખરીદવું મોંઘું થઈ ગયું છે. 

કયો સિલિન્ડર મોંઘો થયો?
1 જાન્યુઆરી 2023થી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને તેની સામે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે. એટલે કે ઘરેલુ સિલિન્ડર માટે તમારે એટલો જ ખર્ચ કરવો પડશે જેટલો તમે ગયા મહિને કર્યો હતો. કોમર્શિયલ સિલિન્ડર માટે 25 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 

કોમર્શિયલ સિલિન્ડર દરો-
દિલ્હી - 1769
મુંબઈ - 1721
કોલકાતા - 1870
ચેન્નાઈ - 1917 

ઘરેલું સિલિન્ડરના દરો-
દિલ્હી - 1053
મુંબઈ - 1052.5
કોલકાતા - 1079
ચેન્નાઈ - 1068.5 

જણાવી દઈએ કે લાંબા સમયથી દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. તે સામે વર્ષ 2022 માં ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ