બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / comment on sex education to angry on english nitish kumar controversies due to his style

બિહાર / ક્યારેક અંગ્રેજી સાંભળી ભડક્યાં, તો ક્યારેક મંત્રીની ગરદન પકડી લીધી..., અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂક્યાં છે નીતિશ કુમાર

Dinesh

Last Updated: 04:04 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bihar Nitish Kumar : નીતીશ કુમારે બુધવારે વિધાનસભામાં મહિલાઓના શિક્ષણ અને સેક્સ એજ્યુકેશનના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે નીતિશકુમારે કંઈક એવું કહી દીધું હતું કે તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

  • બિહારના CM નીતીશ કુમાર ફરી ચર્ચામાં
  • પોતાના નિવેદનને લઈ ફરી માંગી માફી
  • તેમના નિવેદનથી વિધાનસભામાં માહોલ ગરમાયો હતો


ગુડ ગવર્નન્સ બાબુ તરીકે નામના ધરાવતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે વિધાનસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેને લઈ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયો છે. પતિ-પત્નીને લઈને આપવામાં આવેલા આ નિવેદનને લઈને ભાજપે નીતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યા છે. ભાજપના નેતાઓએ તો ત્યાં સુધી કહી દીધું કે નીતિશ કુમારને સારવારની જરૂર છે. વિવાદ વધતાં નીતિશ કુમારે બુધવારે વિધાનસભામાં ન માત્ર માફી માંગી હતી પરંતુ એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે પણ તેમના નિવેદનથી દુ:ખ થયું છે. તેમણે કહ્યું કે, આ નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા શબ્દો પાછા ખેચું છું. સારા નેતાની ઇમેજ ધરાવતા નીતીશના આ નિવેદનથી દરેક લોકોને આશ્ચર્ય થયું છે. જો કે આ પહેલીવાર નથી થયું જ્યારે નીતિશ પોતાની આ અંદાજના કારણે વિવાદમાં આવ્યા હોય. તેઓ અગાઉ અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવા પર પત્રકાર પર ગુસ્સે થયા હતા. એટલું જ નહીં તેમણે એક કાર્યક્રમમાં શિક્ષકોની ભરતીનો શ્રેય લેવા માટે સ્ટેજ પર આરજેડીના મહાગઠબંધન સરકારમાં એક મંત્રીને ઠપકો પણ આપી દીધો હતો.

CM નીતિશ કુમાર, મંત્રી અને DM સહિત 14 સામે કોર્ટમાં ફરિયાદ, બનાવટી વોટર  લિસ્ટ તૈયાર કરી જીત મેળ્યાનો આક્ષેપ | muzaffarpur complain filed against 14  people including cm ...

શિક્ષણ અને સેક્સ એજ્યુકેશનના મુદ્દા પર ચર્ચા અને..
નીતીશ કુમારે બુધવારે વિધાનસભામાં મહિલાઓના શિક્ષણ અને સેક્સ એજ્યુકેશનના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે નીતિશકુમારે કંઈક એવું કહી દીધું હતું કે તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમની પાછળ બેઠેલી એક મહિલા ધારાસભ્યએ પણ પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. બિહાર ભાજપે એક ટ્વિટમાં નીતિશને અશ્લીલ નેતા પણ કહ્યા છે. વિવાદ વધ્યા બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ આ અંગે સ્પષ્ટતા આપી હતી. ત્યારબાદ  બુધવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન માહોલ ઉગ્ર બન્યો હતો ત્યારે નીતિશે માફી માંગી હતી.

'મારા કામની ચર્ચા થતી નથી'
નીતિશ કુમારના તાજેતરના કેટલાક વિવાદીત નિવેદનો પર નજર નાખીએ તો તેઓ ઘણી વખત પોતાનો ગુસ્સો પર કંટ્રોલ કરી શકતા નથી અનાપ સનાપ બોલી ઉઠે છે. તાજેતરમાં જ નીતિશે મહાગઠબંધન સરકારમાં મહેસૂલ મંત્રી આલોક મહેતાને સ્ટેજ પરથી શિક્ષકની ભરતીનો શ્રેય લેવા બદલ ઠપકો આપ્યો હતો. નીતિશે કહ્યું હતું કે, પોતાનો અને પાર્ટીનો શ્રેય લેવામાં વ્યસ્ત ન થાઓ. કહો કે આ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. નીતિશે કહ્યું કે અમે કોઈ પણ કામનો વ્યક્તિગત શ્રેય લેતા નથી. તેમણે કહ્યું, મારા કામની ચર્ચા થતી નથી. જો કેન્દ્ર સરકાર 50 હજાર નોકરીઓ પણ આપે તો તેની ઘણી ચર્ચા થાય છે.

'દેશની ભાષા હિન્દી શબ્દ ભૂલી જશો?'
આ પહેલા એક કાર્યક્રમમાં એક પત્રકારે જ્યારે નીતિશને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો તો તેઓ જોરદાર ગુસ્સે થઈ ગયા હતા. નીતિશે કહ્યું હતું કે, તમે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો છો? શું થયું છે? શું તમે તમારા રાજ્ય અને દેશની ભાષા હિન્દી શબ્દ ભૂલી જશો? નીતિશે કહ્યું કે તમને અહીં સૂચનો આપવા માટે બોલાવવામાં આવ્યા છે અને અહીં તમે અડધું અંગ્રેજી બોલો છો. આ ભારત છે આ બિહાર છે ને? જ્યારથી કોરોના આવ્યો છે. દરેક વ્યક્તિ આવા થઈ ગયા છે. આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલ પર આ બધું જોઈ રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની જૂની ભાષા ભૂલી રહ્યો છે, જૂની વસ્તુઓ ભૂલી રહ્યો છે, તેથી યોગ્ય બોલો. તમારી પોતાની ભાષામાં બોલો. સીએમ નીતીશની આ ઠપકોની એટલી અસર થઈ કે સ્ટેજ પરથી બોલતા અધિકારીએ માફી માંગવી પડી હતી.

ગરદન ખેંચી
નીતીશ કુમારે સપ્ટેમ્બર મહિનામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમની સરકારના મંત્રી અશોક ચૌધરી સહિત ઘણા નેતાઓ પણ તેમની સાથે હતા. જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો તો તેઓ પાછા વળી ગયા અને પહેલા અશોક ચૌધરીને તેમની સાથે ઉભેલા મંત્રીઓમાંથી જોયા અને પછી તેમને ગરદનીથી ખેંચીને બળજબરીથી મીડિયાની સામે ઉભા કર્યા હતાં. નીતીશ કુમારની આ અણધારી પ્રતિક્રિયા જોઈને ત્યાં હાજર પત્રકારો અને મીડિયાકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ