ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Commencement of valet parking facility at Ahmedabad Airport
Last Updated: 10:14 AM, 8 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
Ahmedabad Airport Valet Parking : અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈ જતાં લોકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તમને થાય કે આ વેલેટ પાર્કિંગ સુવિધા એટલે શું ? મતલબ કે વેલેટ પાર્કિંગમાં જે તે કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. જોકે વેલેટ પાર્કિંગ માટે ચાર્જ પણ નક્કી કરાયો છે. જેથી હવે વેલેટ પાર્કિંગને કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવામાં સરળતા રહેશે.
ADVERTISEMENT
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દરરોજ અનેક મુસાફરો આવતા હોય છે. જેમાં કોઈને લેવા અને મૂકવા માટે પણ અનેક લોકો વાહન લઈને આવતા હોય છે. જોકે હવે અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈને જતા લોકો માટે એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી હતી. વેલેટ પાર્કિંગમાં કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. વેલેટ પાર્કિંગ માટે એક કલાકના રૂપિયા 150 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં સુવિધા શરૂ કરવામાં આવી. જોકે હવે અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ