ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મુશ્તાકે 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત મુશ્તાકે મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ચાહકો શોકમગ્ન
ADVERTISEMENT
મુશ્તાકે ઘણા વર્ષો પહેલા સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું હતું અને મુંબઈના બાંદ્રામાં રહેતા હતા. જ્યારથી તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મુશ્તાકના શોલેમાં બે પાત્રો
ADVERTISEMENT
સ્વર્ગીય અભિનેતા મુશ્તાકે "સીતા ઔર ગીતા", "હાથ કી સફાઈ", "જવાની દીવાની", "શોલે" અને "સાગર" જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી હતી. મુશ્તાકે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં એક નહીં પરંતુ બે પાત્રો ભજવ્યા હતા. IMDb અનુસાર, ફિલ્મના પ્રખ્યાત ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે'માં મુશ્તાકે એક ટ્રેન ડ્રાઈવર અને બીજા તે વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જેની મોટરસાઈકલ જય અને વીરુએ ચોરી હતી.
16 વર્ષ પહેલા સિનેમાને કહ્યું હતું અલવિદા
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુશ્તાકને મુંબઈની ઓલ ઈન્ડિયા ઈન્ટર કોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે તેમને ત્રણ વર્ષ માટે શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો છે. અભિનયની સાથે, મુશ્તાકે પ્યાર કા સાયા, લડ સાબ, સપને સાજન કે અને ગેંગ જેવી કેટલીક ફિલ્મો માટે પટકથા લખી હોવાનું કહેવાય છે. નોંધપાત્ર રીતે, મુશ્તાક લાંબા સમયથી સિનેજગતમાં સક્રિય ન હતા. મુશ્તાકે 16 વર્ષ પહેલા સિનેમાને અલવિદા કહી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT