બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Collector gave assurance about the Prasad of Mohanthal in Ambaji
Last Updated: 02:47 PM, 6 March 2023
ADVERTISEMENT
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે.
ADVERTISEMENT
કલેક્ટર આનંદ પટેલેનું નિવેદન
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, મંદિરમાં આવતો દરેક પૈસો જનહિત માટે વપરાય છે અને આ મુદ્દાનો તાત્કાલિક નિર્ણય થાય તેવી અમારી પણ લાગણી છે. તેમણે ઉમેર્યું કે, તમારી લાગણી ચોક્કસ રજૂ કરાશે.
અગાઉ ચિકીના પ્રસાદ અંગે કલેક્ટર શું કહ્યું હતું
મંદિરમાં ચિકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે, 'પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચિકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.'
ADVERTISEMENT
ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવાયો
અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચિકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે.
.jpg)
ADVERTISEMENT
કરણીસેનાનો વિરોધ
અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા કરણીસેના લાલઘૂમ થઈ છે. કરણી સેનાના અગ્રણીએ નિવેદન આપ્યું છે કે, પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણી સેના જવાબદારી સ્વીકારવા તૈયારી છે. કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણી જે.પી. જાડેજાએ અપીલ કરી છે
જાણો મોહનથાળનું મહત્વ શું?
ADVERTISEMENT
પ્રસાદમાં ચિકી જ કેમ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.