બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cold or hot? What kind of water to drink in the winter season is essential for health, know

આરોગ્ય ટિપ્સ / ઠંડુ કે ગરમ? શિયાળાની સિઝનમાં કેવું પાણી પીવું સ્વાસ્થ્ય માટે છે હિતાવહ, જાણી લેજો, રિસર્ચમાં આવી 5 ચોંકાવનારી વાત

Megha

Last Updated: 01:00 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો શિયાળામાં હુંફાળું કે નવશેકું પાણી પીવાની સલાહ આપ છે પણ સવાલ એ છે કે શું સાચે શિયાળાની ઋતુમાં ગરમ પાણી પીવું જોઈએ અને ઠંડુ પાણી પીવાથી બચવું જોઇએ?

  • શિયાળો આવતાની સાથે જ લોકોની આદત બદલવાની પણ શરૂ થઈ ગઈ
  • ઠંડીમાં વધુ પડતાં લોકો ઠંડુ પાણી પીવાથી બચે છે અને ગરમ પાણી પીવે છે 
  • શિયાળામાં ઠંડુ કે નવશેકું પાણી પીવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી

દેશમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને શિયાળો આવતાની સાથે જ લોકોની આદત બદલવાની પણ શરૂ થઈ ગઈ છે. ઠંડીમાં વધુ પડતાં લોકો ગરમ પાણી પીવે છે અને ફ્રીઝ કે માટલાંનું ઠંડુ પાણી પીવાથી બચે છે. સામાન્ય રીતે દરેક લોકોનું એવું માનવું છે કે શિયાળામાં ઠંડુ પાણી પીવાથી એમની તબિયત ખરાબ થઈ શકે છે. 

Topic | VTV Gujarati

આ સાથે જ ઘણા નિષ્ણાતો પણ શિયાળામાં હુંફાળું કે નવશેકું પાણી પીવાની સલાહ આપ છે. હવે અંહી સવાલ એ છે કે શું સાચે શિયાળાની ઋતુમાં ગરમ પાણી પીવું જોઈએ અને ઠંડુ પાણી પીવાથી બચવું જોઇએ? ચાલો તેના સાથે જોડાયેલ થોડા ફેક્ટ્સ વિશે વાત કરીએ.. 

એક સ્ટડી અનુસાર શિયાળામાં ઠંડુ કે નવશેકું પાણી પીવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. તેની સાથે જ લોકો કહે છે કે ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો એ વાતને સાચી કરતાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ હજુ સુધી મળી આવ્યા નથી . હા, એક વાત છે કે જો તમને શરદી, ઉધરસ અથવા તાવ આવ્યો છે તો આવી સ્થિતિમાં શિયાળો હોય કે ઉનાળો, ગમે તે ઋતુમાં ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ સાથે જ મહત્વનું છે કે શિયાળામાં પણ દરેક વ્યક્તિએ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, જેથી ડિહાઈડ્રેશનનો કોઈ ખતરો ન રહે.

હવે જો ગરમ પાણીના ફાયદા વિશે વાત કરી તો શિયાળામાં હુંફાળું ​​કે નવશેકું પાણી પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ મળે છે. જો કે એક ગેરફાયદો પણ થાય છે, લાંબા સમય સુધી ગરમ પાણી પીવાથી ઓછી તરસ લાગશે અને આ સ્થિતિમાં શરીરનું હાઇડ્રેશન બગડી શકે છે. 

પાણી પીવાની આ છે અનોખી રીત, થશે તમને અનેક ફાયદા | Water benefits for your  health

એટલા માટે જ્યારે પણ હુંફાળું પાણી પીઓ ત્યારે ધ્યાન રાખો કે પાણી વધુ ગરમ ન હોવું જોઈએ અને સમયાંતરે પાણી પિતા રહેવું જોઇએ. સાથે જ આયુર્વેદમાં ગરમ ​​પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માંટે ધ્યાન રાખીને શિયાળામાં નવશેકું પાણી પીવું ફાયદાકારક છે. 

એટલે હવે જો નવશેકું પાણી પીવાથી પણ શરીરને કોઈ નુકસાન થાય છે જો તમે એવું વિચારતા હોવ તો તે તદ્દન ખોટું છે. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવું જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ