બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Coaching classes are opposing the guidelines issued by the government

મહામંથન / સરકારની ગાઈડલાઈનના પાલનમાં કોચિંગ ક્લાસના સંચાલકોને શું છે મુશ્કેલી? જાણો તર્ક-વિતર્ક

Dinesh

Last Updated: 10:53 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્યના ક્લાસીસ સંચાલકો સરકારને ગાઈડલાઈનમાં સુધારો કરવા અનુરોધ કરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન શું હતી અને ક્લાસીસ સંચાલકોના તર્ક શું ?

કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા ખાનગી ટ્યુશન ક્લાસીસને લઈને જ્યારે નક્કર માર્ગદર્શિકા બહાર પાડી તેના પડઘા હવે પડવા લાગ્યા છે. રાજ્યના ક્લાસીસ સંચાલકો સરકારને ગાઈડલાઈનમાં સુધારો કરવા અનુરોધ કરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન શું હતી અને ક્લાસીસ સંચાલકોના તર્ક શું છે તેની તો વિસ્તૃત છણાવટ કરવાની જ છે પણ ફરી એકવાર વિદ્યાર્થી અને કોચિંગ ક્લાસનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. પાયાની વાત એટલી જ છે કે જો કોઈ વિદ્યાર્થી શાળામાં 5 કે 6 કલાક જેટલો સમય આપે છે એ પછી પણ એને ટ્યુશનની જરૂરિયાત રહેતી હોય તો એ કોની નિષ્ફળતા ગણવી. હવે તો આપણે પહેલા, બીજા ધોરણમાં ભણતા બાળકોને પણ ટ્યુશનમાં જતા જોઈએ છીએ. એક વાલી તરીકે સૌ માટે પ્રશ્નાર્થ છે કે શું તમે તેનું બાળપણ ટ્યુશનના બોજ તળે છીનવી નથી રહ્યા. એન્યુઅલ સ્ટેટસ ફોર એજ્યુકેશન રિસર્ચના રિપોર્ટને જો આધાર ગણીએ તો કોરોના પછી ખાનગી ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓ વધ્યા છે. સામે પક્ષે કોટામાં કોચિંગ સેન્ટરમાં જતા વિદ્યાર્થીઓના આપઘાતના બનાવથી આપણે સૌ આઘાત અનુભવીએ છીએ. આવા સમયે સરકાર નક્કર માર્ગદર્શિકા બનાવીને કોચિંગ ક્લાસના સંચાલકોને તેનું પાલન કરવા ફરજ પાડે છે તો તેમા ખોટું શું છે. સાદુ ઉદાહરણ લઈએ તો સૌથી વધુ વિરોધ જે થઈ રહ્યો છે તે કોચિંગ ક્લાસમાં એન્ટ્રી માટે 16 વર્ષથી ઓછી વય ન હોવાની ગાઈડલાઈનનો થઈ રહ્યો છે. પણ આ મુદ્દાનો વિરોધ કરતા એ સંચાલકોએ ખરેખર એ ન વિચારવું જોઈએ કે 16 વર્ષથી નીચેની વયજૂથના વિદ્યાર્થીને કોચિંગની જરૂર પડે તો તે નિષ્ફળતા સહિયારી છે ન કે માત્ર વિદ્યાર્થી કે વાલીની.

ક્લાસીસ સંચાલકોનો વિરોધ
કોચિંગ ક્લાસીસને લઈને સરકારે ગાઈડલાઈન જારી કરી છે. સરકારની માર્ગદર્શિકા સામે ક્લાસીસ સંચાલકોનો વિરોધ સામે આવ્યો છે. સરકારની માર્ગદર્શિકા અંગે ચર્ચા માટે ક્લાસીસ સંચાલકોની બેઠક થઈ હતી. ક્લાસીસ સંચાલકો સરકારની માર્ગદર્શિકામાં સુધારો કરવા કહે છે. સરકારની માર્ગદર્શિકા બેફામ બનતા કોચિંગ ક્લાસને અટકાવવા માટે છે. નિયમપાલન માટે ફરજ પાડતી માર્ગદર્શિકા સામે વાંધો શા માટે? ક્લાસીસ સંચાલકોનો વિરોધ કરવા પાછળનો મૂળ હેતુ શું છે?

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા શું હતી?
કોચિંગ ક્લાસમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીને એન્ટ્રી નહીં
કોચિંગ ક્લાસ 5 કલાકથી વધુ નહીં ચાલે
વહેલી સવારે કે મોડી રાત્રે કોચિંગ ક્લાસ નહીં ચાલે
કોચિંગ ક્લાસનું રજીસ્ટ્રેશન ફરજિયાત
શાળાના સમયગાળા દરમિયાન ક્લાસીસ નહીં રાખી શકાય
વિદ્યાર્થી તણાવમાં રહેતા હોય તો વ્યક્તિગત કાઉન્સેલિંગ ફરજિયાત
સ્કવેર મીટર દીઠ એક વિદ્યાર્થીનો નિયમ રાખવો પડશે
ટ્યુશન કરાવનાર ઓછામાં ઓછો સ્નાતક હોવો જોઈએ
પરીક્ષામાં રેન્કિંગની ભ્રામક ગેરેન્ટી નહીં આપી શકાય
ક્લાસના વિદ્યાર્થીઓની માહિતી શાળા અને શિક્ષણ વિભાગને આપવી પડશે
આગ, ભૂકંપ જેવી આફત સમયે બચાવના પૂરતા સાધન હોવા જોઈએ
મનફાવે એમ ફી નહીં વસૂલી શકાય
અધવચ્ચે વિદ્યાર્થીને કોર્સ છોડવો હોય તો જરૂરી ફી પરત આપવી પડશે
અધવચ્ચે કોર્સની ફી નહીં વધારી શકાય
વિદ્યાર્થી અને શિક્ષકને અઠવાડિક રજા મળશે
તહેવારમાં વિદ્યાર્થી પરિવાર સાથે જોડાઈ શકે એવી વ્યવસ્થા કરવી પડશે
ઈત્તર પ્રવૃતિને મહત્વ આપવું પડશે

વાંચવા જેવું: રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો, આગામી 48 કલાક વાતાવરણ રહેશે વાદળછાયું, તો ઠંડી વધશે કે ઘટશે?

ક્લાસીસ સંચાલકો શું કહે છે?
16 વર્ષની વયમર્યાદા દૂર કરવી તેમજ 16 વર્ષથી ઓછી વયનો વિદ્યાર્થી નબળો હોય તો કોચિંગ જરૂરી છે. હાઈસ્કૂલથી નીચેના વિદ્યાર્થીઓને વાલી સ્વચ્છાએ ટ્યુશનમાં મોકલે છે. 16 વર્ષથી વધુની વયમર્યાદાથી JEE, NEET ચલાવતા કોચિંગ સેન્ટરને ફાયદો. સ્વરોજગારી માટે ટ્યુશન ચલાવતા સંચાલકોને કોઈ ફાયદો નહીં. ઓનલાઈન કોચિંગ આપતી સંસ્થા માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત થાય તેમજ વ્યક્તિગત કાઉન્સેલિંગ ફરજિયાત કરવાના નિયમમાં છૂટછાટ મળે. 1 સ્કવેર મીટરે એક વિદ્યાર્થીનો માપદંડ વ્યવહારિક રીતે શક્ય નથી. ગાઈડલાઈનના પાલન માટે ક્લાસીસ ફેડરેશનના સભ્યોને પણ સામેલ કરવામાં આવે છે. સરકારી, ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ટ્યુશન ન કરાવી શકે તે નિયમનો ઉમેરો થાય, માનદ વેતન લઈને ભણાવતી વ્યક્તિ માટે પણ રજીસ્ટ્રેશનના નિયમ બને

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ