બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:57 PM, 25 February 2024
રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમી અને ઠંડી બંન્નેનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો ફરી આજથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે
ADVERTISEMENT
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે
હવામાન વિભાગની ફરી એકવાર રાજ્યના વાતાવરણને લઈ આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી એક સપ્તાહમાં રાજ્યભરમાં વાતાવરણ સુકુ રહેશે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમા આગામી 48 કલાક દરમિયાન સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
ADVERTISEMENT
વાંચવા જેવુું: 'આજથી 22 વર્ષ પહેલાં મેં 25 ફેબ્રુઆરીએ જ...', રાજકોટના રેસકોર્સથી શું બોલ્યા વડાપ્રધાન PM મોદી
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
ગુજરાત પર આવતાં પવન ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશા તરફથી આવી રહ્યાં છે. જેથી લઘુત્તમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારો અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ 10થી 15 કિલોમીટર પ્રતિ-કલાકની રહેશે. આપને જણાવીએ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સમગ્ર રાજયમાં સૌથી લઘુત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.