ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / PM Modi inaugurates, dedicates lays foundation stone of various projects in Rajkot, Gujarat
Last Updated: 06:25 PM, 25 February 2024
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે. ત્યારબાદ તેમણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોઘિ હતી. સાથો સાથ રાજકોટ, સૌરાષ્ટ્ર સાથે ગુજરાત તથા દેશના વિકાસને વેગ આપતા વિવિધ 12 જેટલા વિભાગો, મંત્રાલયોના કુલ મળીને આશરે 48 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ADVERTISEMENT
'બચત કરાવીશું તેમજ આવક પણ કરાવીશું'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે દેશના તમામ પ્રમુખ કાર્યક્રમ દિલ્હીમાં જ થતાં હતા. મેં ભારત સરકારને દિલ્હીથી બહાર લાવીને દેશના ખૂણે ખૂણે મોકલી છે. જે આજે રાજકોટ પહોંચી છે. આજનો કાર્યક્રમ તે વાતનો સાક્ષી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારનો પ્રયાસ છે કે, ગરીબ હોય કે, મધ્યમ વર્ગ તમામને સારી સુવિધા મળે તેમજ બચત પણ થાય છે. અમે વીજળીનો બીલ ઝીરો આવે તે દિશામાં કામ કરી રહ્યાં છીએ. વીજળીથી પરિવારોને આવક થાય તેવું કામ પણ કરી રહ્યાં છીએ. PM સૂર્ય ઘર યોજના મફત વીજળીના માધ્યમથી બચત કરાવીશું તેમજ આવક પણ કરાવીશું.
ADVERTISEMENT
વાંચવા જેવું: વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, વોટર બૂથ..., જેવી અદ્યતન સુવિધાઓથી ગુજરાતના રેલવે સ્ટેશનનો કરાશે પુનર્વિકાસ
'અબ કી બાર 400 પારનો વિશ્વાસ'
આ તકે તેઓ જનમેદનીને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજથી 22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ જ રાજકોટએ મને આશીર્વાદ આપ્યા હતા. રાજકોટએ મને ધારાસભ્ય તરીકે મને ચૂંટ્યો હતો. આજના દિવસે 25 ફેબ્રુઆરીએ પહેલીવાર રાજકોટના ધારાસભ્ય તરીકે શપથ લીઘા હતા. તેમણે કહ્યું કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી કરવાની ગેરેન્ટી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશ ત્રીજી વાર NDA સરકારને આશીર્વાદ આપી રહ્યા છે. અબ કી બાર 400 પારનો વિશ્વાસ છે. ત્યારે હું રાજકોટના એક એક પરિવારને માથું નમાવી પ્રણામ કરું છું. પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ મોદી પ્રત્યેનો સ્નેહ-પ્રેમ દરેક આયુ સીમાથી ઉપર છે. તમારા ક્રજને વ્યાજ સાથે વિકાસ કરીને ચૂકાવવાનો પ્રયાસ કરું છું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT