બ્રેકિંગ ન્યુઝ
Dinesh Chaudhary
Last Updated: 05:39 PM, 25 February 2024
રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ખાસ કાર્યો હાથ ધરાયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સલામતી, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો મુસાફરોને તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાના ભાગ રૂપે ભારતીય રેલવેમાં એક આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. વડાપ્રધાન આવતીકાલે 41 હજાર કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સમગ્ર દેશમાં 1309 રેલવે સ્ટેશનોના નવીનીકરણનો સમાવેશ કરવામાં આવ્યા છે, પશ્ચિમ રેલવેના 122 સ્ટેશનોનો સમાવેશ થાય છે. જેમાં 16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 89 સ્ટેશન ગુજરાતમાં, 15 સ્ટેશન મધ્ય પ્રદેશમાં જ્યારે 2 સ્ટેશન રાજસ્થાનમાં છે.
ADVERTISEMENT
રેલવે સ્ટેશનોની કાયપલટ થશે
અમદાવાદ સહિત 9 સ્ટેશનોની કાયપલટ માટે શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોમાં ચાંદલોડિયા 68 કરોડ, મણિનગર 17 કરોડ, વટવા 38 કરોડ, મહેસાણા જંકશન 53 કરોડ, ઊંઝા 30 કરોડ, સિદ્ધપુર 41 કરોડ, ભીલડી 11 કરોડ અને સામાખીયાળી 13 કરોડના ખર્ચે ડેવલપ કરાશે. જેમાં 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. રીડેવલોપમેન્ટ થનારા રેલ્વે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ઘ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ગુજરાતની પ્રથમ AIIMSનું રાજકોટમાં PM મોદીના હસ્તે લોકાર્પણ, બાદમાં યોજાયો ભવ્ય રોડ શો
ADVERTISEMENT
અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનો રિ ડેવલેપ કરાશે
મહત્વનું છે કે ગત વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાને ભારતીય રેલવેમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કર્યું હતું, જેમાં પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના 23 સ્ટેશનો સમાવેશ થયા હતા. જે પુનઃવિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન કે જેનો પ્રોજેકટ 4000 કરોડમાં નક્કી કરાયો હતો. જેમાં પહેલા થયેલા ટેન્ડરમાં 2400 કરોડને મંજૂરી અપાઈ છે. બાકી કામ તબક્કા વાર કરવામાં આવશે. જે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરી નાખશે. આ પ્રોજેકટથી ભારતીય રેલવેમાં આમૂલ પરિવર્તન આવશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.