બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Prime Minister Narendra Modi inaugurated 5 AIIMS hospitals

રાજકોટ / ગુજરાતની પ્રથમ AIIMSનું રાજકોટમાં PM મોદીના હસ્તે લોકાર્પણ, બાદમાં યોજાયો ભવ્ય રોડ શો

Dinesh

Last Updated: 05:03 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, એઈમ્સના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે. 

250 બેડ વાળા IPD વિભાગનું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની એઈમ્સના 250 બેડ વાળા IPD વિભાગનું લોકાર્પણ કર્યું થે. છેલ્લા 2 વર્ષથી એઈમ્સ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે OPD બાદ હવે એઈમ્સમાં 250 બેડનો IPD વિભાગ બનીને તૈયાર થયો છે. જેનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. IPD વિભાગમાં 250 બેડની સુવિધા સાથે 25 બેડ ICU વાળા રાખવામાં આવ્યા છે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં તૈનાત રહેશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત, સહીત ઇમરજન્સીમાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે. સાથે સાથે IPD વિભાગમાં 4 ઓપરેશન થિયેટર પણ તૈયાર થઇ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.

લોકોને તેઓનાં રોગનું નિદાન ઝડપી મળી શકશે
બે વર્ષથી ચાલી રહેલ રાજકોટ એઈમ્સનું લોકાર્પણ થયું છે. ત્યારે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધા સાથે તૈયાર થયેલી એઈમ્સનો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓને તેનો સીધો લાભ થશે. એઈમ્સમાં ઓપરેશન થીયેટર, સીટીસ્કેન, એક્સ-રે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉબલબ્ધ હોવાથી લોકોને તેઓનાં રોગનું નિદાન ઝડપી મળી શકશે. 

ભવ્ય રોડ શો
આજે પ્રધાનમંત્રી બપોરે હવાઈ માર્ગે રાજકોટ એઈમ્સ ખાતે પધાર્યા હતા. અહીં એઈમ્સનું લોકાર્પણ કર્યા બાદ તેઓ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું હતું. જુના એરપોર્ટ થી રોડ શોમાં નાગરિકોનું અભિવાદન ઝીલતા તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ