ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / CNG ભરાવતી વેળાએ ન કરતા આ ભૂલો, નહીંતર દુર્ઘટના ઘટતા વાર નહીં લાગે

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / CNG ભરાવતી વેળાએ ન કરતા આ ભૂલો, નહીંતર દુર્ઘટના ઘટતા વાર નહીં લાગે

Last Updated: 02:29 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

CNG કારમાં ગેસ ભરાવવો રોજિંદી પ્રક્રિયા છે, પરંતુ આ સમયે થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે.ગેસ ભરાવતી વખતે કેટલીક સામાન્ય સાવચેતી રાખવાથી મોટી દુર્ઘટનાથી બચી શકાય છે.

1/5

photoStories-logo

1. નાની બેદરકારી CNG ચાલકને પડી શકે ભારે!

તાજેતરમાં ગુજરાતના કરજણમાં નેશનલ હાઈવે-48 પર આવેલા CNG સ્ટેશનમાં કારમાં ગેસ ભરાવતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે કારની CNG ટાંકી ફાટી ગઈ અને તેના ટુકડા તથા કાચના ટુકડા કેટલાક મીટર દૂર સુધી જઈને પડ્યા હતા. આસપાસ ઊભેલી અન્ય ગાડીઓને પણ નુકસાન થયું હતું. સદનસીબે ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી.CNG ભરવાનું શરૂ થાય તે પહેલાં ડ્રાઈવર સહિત તમામ મુસાફરોએ કારમાંથી બહાર આવી જવું જોઈએ. ગેસ ભરાતી વખતે કારની અંદર બેસી રહેવું યોગ્ય નથી. શક્ય હોય તો વાહનથી થોડું દૂર સુરક્ષિત જગ્યાએ ઊભા રહેવું જોઈએ. આ દરમિયાન સ્ટેશનના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પણ પાલન કરવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એન્જિન અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ બંધ રાખો

CNG ભરાવતા પહેલાં કારનું એન્જિન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. સાથે AC, હેડલાઈટ, મ્યુઝિક સિસ્ટમ અને મોબાઈલ ચાર્જર જેવા બિનજરૂરી ઇલેક્ટ્રિકલ ઉપકરણો પણ બંધ રાખવા જોઈએ. ગેસ ફિલિંગ દરમિયાન કોઈપણ પ્રકારની સ્પાર્કિંગનું જોખમ ન રહે તે માટે આ સાવચેતી ખૂબ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. હંમેશા સુરક્ષિત અને વિશ્વસનીય CNG સ્ટેશન પસંદ કરો

CNG હંમેશા એવા સ્ટેશન પરથી જ ભરાવવું જોઈએ જ્યાં સુરક્ષા વ્યવસ્થા યોગ્ય હોય અને મશીનરીનું નિયમિત મેન્ટેનન્સ થતું હોય. માત્ર ઓછી ભીડ અથવા ઝડપથી ગેસ ભરાઈ જાય તે માટે અજાણ્યા કે શંકાસ્પદ સ્ટેશનની પસંદગી ન કરવી જોઈએ. સ્ટેશન પર લાગેલા તમામ સુરક્ષા નિયમોનું પણ પાલન કરવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. CNG કિટ અને સિલિન્ડરની સમયસર તપાસ કરાવો

જો કારમાં આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવવામાં આવી હોય તો તેની નિયમિત તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. પાઇપલાઇન, રેગ્યુલેટર અને અન્ય કનેક્શનમાં કોઈ ખામી હોય તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. CNG સિલિન્ડરની ઉંમર અને ફરજિયાત ટેસ્ટિંગ અંગેની માહિતી પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જૂનો કે નુકસાન થયેલો સિલિન્ડર ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મોબાઈલનો ઉપયોગ ટાળો અને CNG કારની સર્વિસિંગ સમયસર કરાવો

CNG સ્ટેશન પર ગેસ ભરાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ. સ્ટેશન પર લગાવવામાં આવેલા સુરક્ષા સૂચનોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. આ ઉપરાંત CNG કારની નિયમિત સર્વિસિંગ કરાવવી જોઈએ. પાઇપલાઇન, રેગ્યુલેટર અને અન્ય જરૂરી ભાગોની સમયસર તપાસ કરાવવાથી ખામી વહેલી તકે પકડી શકાય છે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CNG car CNG safety tips CNG refueling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ