બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / CNG Kit Installation inform insurance company if you are going to install cng kit in your car
ADVERTISEMENT
ઘણી વખત લોકો કિંમત વધારે હોવાના કારણે કંપની ફિટેડ સીએનજી કિટ વાળી કાર ખરીદવાની જગ્યા પર બેસિક મોડલ ખરીદે છે અને બજારમાં જઈને તેમાં અલગથી સીએનજી કિટ ઈન્સ્ટોલ કરાવે છે. પરંતુ અમુક જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે જેના કારણે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે.
.jpg)
ADVERTISEMENT
RC પર કરાવી લો એન્ટ્રી
જો તમો પોતાની કારમાં બજારથી સીએનજી કિટ લગાવી રહ્યા છો તો એ વાતનું પણ ધ્યાન રાખો કે તેને લગાવ્યા બાદ ગાડીની આરસી અને વીમા પર ફ્યૂલ ટાઈપમાં ફેરફાર કરાવવો પણ જરૂરી છે.
જો તમે આમ ન કરાવ્યું અને કાર કોઈ દુર્ઘટનાનો શિકાર બની ગઈ તો વીમા કંપની ક્લેમ આપવાનો ઈનકાર પણ કરી શકે છે. તેના ઉપરાંત તમને પોતાના નજીકની આરટીઓ ઓફિસમાં જવું પડશે.
ADVERTISEMENT

થઈ શકે છે આ નુકસાન
ઘણી વખત લોકો આરસી પર તો સીએનજી કિટની જાણકારી નોંધાવી લે છે પરંતુ વીમા પર કરાવવાનું ભૂલી જાય છે. એવામાં તેમને નુકસાન થઈ શકે છે. કારણ કે આવી સ્થિતિમાં જો તે કાર કોઈ દુર્ઘટનાનો શિકાર થાય તો વીમા કંપની સંપૂર્ણ ક્લેમ નહીં આપે તેમાં કાપ મુકશે. માટે એવી ભૂલ કરવાથી બચવું જોઈએ અને જો બહારથી સીએનજી કિટ લગાવી રહ્યા છો તો તેને આરસી અને વીમા બન્ને પર નોંધાવવું જોઈએ.
ADVERTISEMENT
સીએનજી કિટની જાણકારી
જો તમે બહારથી પોતાની કારમાં સીએનજી કિટ ઈન્સ્ટોલ કરાવી છે પરંતુ તેની જાણકારી પોતાની આરસી અને વીમામાં નથી કરી તો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે વીમા કંપની કંઈ પણ ક્લોમ આપવાનો ઈનકાર કરી શકે છે. તેના ઉપરાંત આમ કરવું ગેર કાયદેસર પણ છે. જેના માટે તમારે ચાલાન ભરવું પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.