ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CMનો અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ, સહાયને લઈ કહી મોટી વાત
Last Updated: 06:54 PM, 3 November 2025
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોના ખેતરોમાં જઈને પાકની સ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT

મુખ્યમંત્રીએ ખાસ કરીને મગફળીના પાકમાં થયેલ નુકસાન અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવી. તાજેતરના અનિયમિત વરસાદ અને હવામાનમાં આવેલા ફેરફારને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને તેમણે જાતે ખેતરોમાં જઈ પાકની સ્થિતિ જોઈ.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળી અને સરકાર તરફથી યોગ્ય સહાય અને વળતર આપવાની ખાતરી આપી. સાથે જ કૃષિ વિભાગના અધિકારીઓને પાકના નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરીને તાત્કાલિક અહેવાલ આપવા સૂચના આપી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદી ફરી આવશે ગુજરાત, 15 દિવસમાં બીજી વખત લેશે મુલાકાત, કારણ ખાસ
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર, કૃષિ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો