CM Bhupendra Patel's big decision for facilities including accommodation for socially and economically weaker sections
હરણફાળ /
સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ સહિતની સુવિધાઓ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Team VTV06:07 PM, 08 Jan 22
| Updated: 06:16 PM, 08 Jan 22
અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપતા મુખ્યમંત્રી
ગુજરાતના વિકાસ -વૃધ્ધિની દિશામાં વધુ એક પગલું
ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનશે
મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે
ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71 (વડોદ) નો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે
.
મુખ્યમંત્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) તેમજ સ્કિમ નં.94(હાથીજણ-રોપડા) છે.
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી 55.47 હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં.71 મંજૂર થવાથી 15.83 હેકટર જમીન સંપ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. તેઓ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.
અમદાવાદમાં 'આત્મનિર્ભર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક'
ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોએ સાથે મળીને મોડેલ આત્મનિર્ભર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનું નક્કી કર્યું છે અને તે પ્રકારનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમદાવાદ નજીક સ્થાપવા માટે લગભગ 2,000 એકર જમીનનું હસ્તાંતરણ પણ ચાલી રહ્યું છે. ગુજરાત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીના નેતૃત્વ હેઠળ રાજ્યના અગ્રણી ઉદ્યોગકારોએ સાથે મળીને વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની કંપની બનાવી છે અને પ્રથમ પાર્ક માટે ગુજરાત સરકાર સાથે રૂ. 4,500 કરોડનું એમઓયુ પણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં 500થી વધુ યુનિટ આવશે અને તેઓ કુલ રૂ. 20,000 કરોડનું રોકાણ કરશે તથા કુલ 1 લાખ લોકોને રોજગારી આપશે.