બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel will visit Delhi for 2 days from today, meet with industrialists, know details

મુલાકાત / CM ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે, ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક, જાણો વિગત

Malay

Last Updated: 08:14 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે, આવતીકાલે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી.

  • CM ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીના પ્રવાસે
  • શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર 
  • ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર ન્યૂઝઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુટિર ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત સચિવો હાજર રહેશે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના પ્રવાસે, મનપામાં બેઠક ઉપરાંત વિવિધ  વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ | cm bhupendra patel is in rajkot today
file photo

એસ.જે હૈદર વાઈબ્રન્ટ ગુજરાત સમિતનું આપશે પ્રેઝન્ટેશન
આ ઉપરાંત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં કેન્દ્ર અને ગુજરાતના મહાનુંભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ કર્ટેન રેઈઝર ઈન્ટરેક્ટિવ સેશન અને ત્યારબાદ મિશનના વડાં સાથે ઈન્ટરેક્શન થશે. આ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિત અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. 

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દાઓ પર  લેવાઈ શકે છે નિર્ણય | CM BHUPENDRA PATEL TO HOLD CABINET MEETING IN  GANDHINAGAR TODAY
file photo

સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે સંબોધન
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતના તેમના અનુભવો અંગે વાતચીત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર પણ સંબોધન કરશે. રેઈઝર કાર્યક્રમ બાદ CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ તેમની સાથે હાજર રહેશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ