ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / cloth business slow down surat

સુરત / કાપડ ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, 50 ટકા વેપારમાં થયો ઘટાડો

Published By: Kavan

Last Updated: 12:07 AM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિલ્ક સીટી સુરતમાં હાલ કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. બે વર્ષ પહેલા GST લાદવામાં આવ્યો ત્યારથી કાપડ ઉદ્યોગની કમર તૂટી ગઇ છે એવો વેપારીઓનો મત છે. જીએસટી બાદ કાપડ ઉદ્યોગનો વ્યવસાય 50 ટકા ઘટી ગયો છે.

ADVERTISEMENT

  • કાપડ ઉદ્યોગને મંદીનું ગ્રહણ
  • જાણે કાપડ ઉદ્યોગ `ઝળી' ગયો
  • 50 ટકા ઘટી ગયો વેપાર

નોંધનીય છે કે, એક સમયમાં ધમધમતા કાપડ ઉદ્યોગના વિસ્તારમાં આજે કાગડા ઉડી રહ્યા છે. ગ્રાહકોની ઉણપ વેપારીઓને નિરુત્સાહ કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં સુરતનો કાપડ ઉદ્યોગ 12 હજાર કરોડથી ઘટીને 6 હજાર કરોડ થઈ ગયો છે. સુરત શહેરમાં પહેલા 450 જેટલા ડાઇંગ યુનિટો હતા જે બંધ થઈને હવે માત્ર 350 જેટલા રહી ગયા છે. 

વિવિંગના 6 લાખ લૂમ્સ ઘટીને 4 લાખ થયાં

આ ઉપરાંત વિવિંગના 6 લાખ જેટલા લૂમ્સ હતા જે ઘટીને 4 લાખ જેટલા થઇ ગયા છે. મંદીના મારને કારણે કેટલાય નાના વેપારીઓ ઊઠી ગયા છે. કેટલાક વેપારીઓ તો પોતાનો ધંધો બંધ કરી પરત વતન જતા રહ્યા છે.દેવ દિવાળી પણ વીતી ચૂકી છે છતાં લૂમ્સ અને વિવિંગના કારખાના હજુ સુધી શરૂ થઇ શક્યા નથી.   

ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાં

રોજગારીની દ્રષ્ટીએ જોઈએ તો રાજ્યમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતો કોઇ વ્યવસાય હોય તો તે ટેક્સટાઇલ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સુરત માં 14 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે જેમાં ડાઇંગ અને વિવિંગ ઉદ્યોગમાં 10 લાખ લોકોને રોજગારી મળતી હતી. કાપડ માર્કેટમાં 4 લાખ જેટલા લોકોને કામ મળી રહ્યું હતું. 

GST બન્યું કારણભૂત

પરંતુ GST લાગુ થયા બાદ કાપડ સાથે જોડાયેલા  અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા છે. જેના કારણે લાખો લોકો બેરોજગાર બન્યા છે ત્યારે જો આ જ પ્રકારની મંદી કાપડ ઉદ્યોગમાં રહેશે તો હજુ ઘણા લોકો બેરોજગાર બનશે એવો ભય સતાવી રહ્યો છે. જેથી તમામ વેપારી હાલ સરકાર પાસે કાપડ ઉદ્યોગને બચાવવા માટે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. 

સુરત કાપડ માર્કેટમાં છેલ્લી ત્રણથી ચાર સિઝનમાં ઘરાકી નિષ્ફળ ગઈ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળીમાં વેપાર ઘટ્યો છે ત્યારે હવે આવનારી લગ્ન સિઝન અને જાન્યુઆરીમાં પોંગલના તહેવારોમાંવેપારીઓને ઘરકી મળવાની આશા છે ત્યારે આવનારી એ સિઝનોમાં જો સારી ઘરાકી થાય તો કાપડ માર્કેટ મંદીથી બહાર આવશે તેવું વેપારીઓ માની રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cloth VTV વિશેષ cloth business slow down surat બેરોજગારી મંદી surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ