બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 10:13 PM, 14 November 2019
ADVERTISEMENT
નિર્વાહ ચલાવવા માટે જૂનાગઢમાં રેસ્ટોરન્ટ ખોલી પાર્સલ પોઈન્ટ શરૂ કરવું પડયું
ચિંતન વૈષ્ણવ નામનો વ્યક્તિ જે હાલ રેસ્ટોરન્ટના રસોડામાં લાલ ટીશર્ટ અને માથે લાલ ટોપી પહેરીને કૂકિંગ કરી રહ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, રેસ્ટોરન્ટના કિચનમાં કૂકિંગ કરી રહેલો આ વ્યક્તિ કોઈ સાધારણ પ્રતિભા નથી. આ વ્યક્તિનું નામ છે. ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ એક સમયના આ અધિકારીને ઈમાનદારીની એવી તો કિંમત ચૂકવવી પડી છે કે, તેમને હાલ પોતાનો નિર્વાહ ચલાવવા માટે જૂનાગઢમાં રેસ્ટોરન્ટ ખોલી પાર્સલ પોઈન્ટ શરૂ કરવું પડયું છે.
ADVERTISEMENT
એક ઈમાનદાર ઓફિસરને અસ્થિર કરવા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓએ તેમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું
ચિંતન વૈષ્ણવ પોતાના પાંડેજી પાર્સલ પોઈન્ટ દ્વારા હાલ બીજી રીતે લોકોની સેવા કરી રહ્યા છે. ચિંતન વૈષ્ણવ જ્યારે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે સરકારે માત્ર આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરી હતી. એક ઈમાનદાર ઓફિસરને અસ્થિર કરવા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓએ તેમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. માત્ર આઠ વર્ષના ગાળામાં તેમની બદલી અનેક વખત બદલી કરાઇ.
ચિંતન વૈષ્ણને પોતાના મામલતદાર તરીકેને કાર્યકાળ દરમિયાન ઘણા સારા અને માઠા અનુભવો થયા છે. તેઓ આજે પણ એ અનુભવોને યાદ કરે છે ત્યારે તેમના ચહેરા પર જનતાની સેવા કર્યાનો સંતોષ અને તેમના મિશનમાં અડચણ બનેલા અધિકારીઓ સામે રોષ જોવા મળે છે.
એક ઈમાનદાર ઓફિસરની કાર્યપદ્ધતિને નાટક ગણાવ્યું
પોતાની મામલતદાર નોકરી દરમિયાન સુરેન્દ્રનગરના હળવદમાં પોસ્ટિંગ થયું હતું. તેમને પોતાની ઈમાનદારીનો કડવો અનુભવ સરકાર સાથે થયો. ચિંતન વૈષ્ણવે જ્યારે ખનીજ ચોરી કરતા માફિયાને પકડ્યા તો સરકારના સચિવ દરજ્જાના અધિકારીઓએ તેમને પ્રોત્સાહન આપવાના બદલે હતોત્સાહ કર્યા. એક ઈમાનદાર ઓફિસરની કાર્યપદ્ધતિને નાટક ગણાવ્યું હતું. ચિંતન વૈષ્ણવ આજે પણ એ વાતને યાદ કરી રહ્યા છે.
ચિંતન વૈષ્ણવે પોતાના હક માટેની લડાઈ પણ ચાલુ રાખી
સરકાર દ્વારા કોઈ મામલતદારને છૂટા કરવા હોય તો તેની સામે લાંબી પ્રોસીજર કર્યા બાદ અંતે ટર્મિનેટ કરવાના થાય છે. પરંતુ સરકાર માત્ર નજીવું કારણ બતાવીને ચિંતન વૈષ્ણવને મામલતદારમાંથી ટર્મિનેટ કરી નાખ્યા છે. નીતિ અને સિદ્ધાંત મુજબ કામગીરી કરવાની કિંમત આજે આ માણસ ચૂકવી રહ્યો છે. પોતાના પરિવારની જવાબદારી નિભાવતા ચિંતન વૈષ્ણવે પોતાના હક માટેની લડાઈ પણ ચાલુ રાખી છે. તેમને ખાતરી છે કે, આ લડાઈમાં તેમની જીત થશે જ.
ચિંતન વૈષ્ણવને સત્યનો જય થશે તેવી પૂરી શ્રદ્ધા છે. હાલ ભલે સત્ય પરેશાન થઈ રહ્યું હોય પરંતુ પરાજીત તો નહીં જ થાય તેનો તેમને વિશ્વાસ છે. અનેક અનુભવોમાંથી પસાર થયા બાદ ચિંતન વૈષ્વણ યુવાનોને સલાહ આપી રહ્યા છે કે સરકારી સર્વિસમાં જોડાઓ. કેમકે, સરકારમાં સારા અધિકારીઓની તાતી જરૂર છે. તેમની આ વાત ઘણુ બધું કહી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અફવાથી દોરવાશો નહીં / સાધુ વેશમાં લૂંટ કરવાના વાયરલ મેસેજ પર ગુજરાત પોલીસની સ્પષ્ટતા, જાણી લેવી અતિ જરૂરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.