બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / class 2 student in telangana went to police station to file complaint against teacher

છે ને બાકી! / આ ટેણિયું તો જબરું નીકળ્યું! બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી શિક્ષકની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો

Mayur

Last Updated: 01:06 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં એક એવી ઘટના બની છે કે સાંભળીને માનવામાં ન આવે. એક બીજા ધોરણનો વિદ્યાર્થી પોતાના સાહેબની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પછી શું થયું જાણો

  • તેલંગાણાની વિચિત્ર ઘટના 
  • બીજા ધોરણનો બાળક પહોંચ્યો પોલીસ સ્ટેશન 
  • પોતાના શિક્ષકની કરી દીધી ફરિયાદ 

ટેણિયું તો ગજબ છે! 

તેલંગાણામાં બીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ એક ગજબ ચોંકાવનારું કામ કરી દીધું. આ વિદ્યાર્થી પોતાના શિક્ષકની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. 

બીજા ધોરણમાં ભણતો આ વિદ્યાર્થી પોતાની ફરીયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પોલીસકર્મીને કહ્યું હતું કે તેના ગુરુજી તેને માર મારે છે. માટે તેઓની ધરપકડ કરવામાં આવે. આ ઘટના તેલંગાણાનાં મહમૂદાબાદની છે. 

શિક્ષકની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી ગયો

તેલંગાણાનાં મહમૂદાબાદ જિલ્લાના બયારામ જિલ્લા પાસે એક પ્રાઇવેટ સ્કૂલમાં માત્ર બીજા ધોરણનો એક વિદ્યાર્થી શિક્ષકની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી ગયો હતો. આ વિદ્યાર્થીનું નામ અનિલ નાયક છે.

આ બાળકને આવેલો જોઈને મહિલા પોલીસ ઇન્સ્પેકટર રામાદેવીએ તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે તે કેમ આવ્યો છે? જવાબ માં અનિલે કહ્યું હતું કે તેના શિક્ષકે તેને માર માર્યો હતો અને એટલા માટે તે આવ્યો છે. જ્યારે ઇન્સપેક્ટરે પૂછ્યું કે શિક્ષકે શા માટે તેને માર્યો હતો તો જવાબમાં તેણે કહ્યું હતું કે અનિલ સારી રીતે ભણતો નથી તો એટલા માટે તેને માર્યો હતો. ત્યાર બાદ ઇન્સપેક્ટરે પૂછ્યું હતું કે શું શિક્ષક બીજા બધા વિદ્યાર્થીઓને પણ મારે છે? જવાબમાં અનિલે કહ્યું હતું કે નાં તે માત્ર મને એકને જ મારે છે. 

સમાધાન કરવાના મૂડમાં જ ન્હોતો 

અનિલે પોલીસકર્મીને કહ્યું કે તે પોતાના શિક્ષક વિરુદ્ધ માર મારવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આવ્યો છે ત્યારે તેને પોલીસકર્મીને વિનંતી કરી હતી કે તેઓ શિક્ષકની ધરપકડ કરી લે.

બાળકની આ વાત સાંભળીને ઇન્સ્પેકટર પણ અચંબિત થઈ ગયા હતા. તેમણે ધ્યાનથી આકહી વાત સાંભળી હતી અને ત્યાર બાદ મામલો સોલ્વ કરવા માટે સ્કૂલે પહોંચ્યા હતા. જો કે ત્યાર પછી પણ બાળક કોઈપણ સમાધાન કરવાના મૂડમાં નહોતો. 

આખરે ઇન્સપેક્ટરે બહુ બધી વાર સમજાવ્યા પછી મામલો શાંત થયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News class 2 student telangana mahmudabad student police station ગુજરાતી ન્યૂઝ telangana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ