ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગર જવાની જીદ કરતા અમદાવાદ રિંગ રોડ પર પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પોલીસે JCB આડું રાખીને રસ્તો રોક્યો
Last Updated: 04:14 PM, 15 June 2026
ADVERTISEMENT
કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
ખેડૂતોએ કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવ્યા
ખેડૂતોએ કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
ADVERTISEMENT
પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું
ADVERTISEMENT
બીજી તરફ, ન્યાયની માંગ સાથે નીકળેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા
અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે JCB મશીન આડું રાખીને ખેડૂતોનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો
ADVERTISEMENT
ઘટનાને પગલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.