બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / વિશ્વ / Clarification that India did not interfere in Canadian elections in any way

ભારત કેનેડા વિવાદ / ભારત પર આક્ષેપ લગાવ્યા બાદ હવે કેનેડાએ પલટી મારી, ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો જુઠ્ઠાણાનો પર્દાફાશ

Priyakant

Last Updated: 08:56 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Relations Latest News : ભારત પર કેનેડાની 2019 અને 2021ની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ અને પછી કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો

India Canada Relations : ભારત-કેનેડા વિવાદ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. ભારત પર કેનેડાની 2019 અને 2021ની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ હતો. આ સંબંધમાં કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડાની ચૂંટણીમાં ભારતે કોઈપણ રીતે હસ્તક્ષેપ કર્યો નથી. CSIS ખરેખર ચૂંટણીમાં સંભવિત વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કેનેડાની ચૂંટણીમાં પ્રભાવ કે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને 2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીઓમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જીત મેળવી હતી. જોકે કેનેડાની ગુપ્તચર એજન્સીએ કહ્યું કે, ચીને કેનેડાની બે સામાન્ય ચૂંટણીઓમાં ગુપ્ત રીતે હસ્તક્ષેપ કર્યો હતો. કેનેડાની ગુપ્તચર એજન્સી CSISનું કહેવું છે કે, ચીન દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપના નક્કર પુરાવા પણ મળ્યા છે. 

આવો જાણીએ ભારત પર શું આરોપો હતા?
જસ્ટિન ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો. કેનેડાની ગુપ્તચર એજન્સીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન જેવા દેશોએ 2019 અને 2021માં યોજાયેલી દેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. CSIS દસ્તાવેજોમાં આરોપ છે કે, ભારત સરકારે કેનેડામાં ભારતીય સરકારના એજન્ટ દ્વારા 2021ની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. CSIS દસ્તાવેજ જણાવે છે કે, ભારતીય મૂળના કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાની ભારતની ધારણાને કારણે ભારત સરકારે ઓછી વસ્તી ગીચતા ધરાવતા ચૂંટણી જિલ્લાઓને નિશાન બનાવ્યા હતા. ભારતે આની આકરી પ્રતિક્રિયા આપી અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

ભારત સરકારે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
કેનેડાના આ આરોપોનો જવાબ આપતા ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, અમે કેનેડિયન કમિશનની તપાસ અંગે મીડિયા રિપોર્ટ્સ જોયા છે. કેનેડાની ચૂંટણીમાં ભારતીય દખલગીરીના તમામ પાયાવિહોણા આરોપોને અમે ભારપૂર્વક નકારીએ છીએ. તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી ભારત સરકારની નીતિ નથી. ખરો મુદ્દો એ છે કે કેનેડા આપણી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ
કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા વર્ષથી રાજદ્વારી તણાવ ચાલુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા વિશે વાત કરી હતી. કેનેડાની સંસદમાં બોલતા તેમણે કહ્યું કે, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.

વધુ વાંચો: PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક, રૂ. 4 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય, ગુજરાતમાં છે મોટું આયોજન!

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા ત્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જાહેર કર્યો હતો. થોડા દિવસો પછી ભારતે કેનેડાને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ અને કેનેડિયન રાજદ્વારીઓની વધુ સંખ્યાને ટાંકીને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કેનેડાએ ભારતમાં હાજર પોતાના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ