ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / CJI Chandrachud was angry at the actions of the lawyers

ટિપ્પણી / ખૂબ જ ચિંતાજનક વાત.... વકીલોની હરકતો પર CJI ચંદ્રચુડ ગુસ્સે થયા, કહ્યું- ભૂલશો નહીં

Published By: Priykant Shrimali

Last Updated: 10:24 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJI DY Chandrachud Latest News: CJI ચંદ્રચુડે કહ્યું કે, બારના અધિકારીઓ અને સભ્યોએ ન્યાયિક નિર્ણયો પર પ્રતિક્રિયા આપતાં એ ન ભૂલવું જોઈએ કે તેઓ કોર્ટના અધિકારી છે અને સામાન્ય લોકો નથી

ADVERTISEMENT

CJI DY Chandrachud News : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડે વકીલોની હરકત પર ટિપ્પણી કરતા તેને ચિંતાજનક ગણાવ્યું છે. વાત જાણે એમ છે કે, CJIએ કહ્યું કે, ન્યાયતંત્રના ખભા ટીકા તેમજ વખાણ પણ સ્વીકારી શકે છે, પરંતુ વકીલો દ્વારા પેન્ડિંગ કેસો અથવા નિર્ણયો પર ટિપ્પણી કરવી ખૂબ જ ચિંતાજનક છે. CJI ચંદ્રચુડે કહ્યું કે, બારના અધિકારીઓ અને સભ્યોએ ન્યાયિક નિર્ણયો પર પ્રતિક્રિયા આપતાં એ ન ભૂલવું જોઈએ કે તેઓ કોર્ટના અધિકારી છે અને સામાન્ય લોકો નથી.

CJI નાગપુર હાઈકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ન્યાયિક સ્વતંત્રતા, બંધારણીય મૂલ્યો અને કોર્ટની પ્રતિષ્ઠાને બચાવવા માટે બાર એક સંસ્થા તરીકે જરૂરી છે. તેમણે કહ્યું, ન્યાયતંત્ર તેની સ્વતંત્રતા અને બિન-પક્ષપક્ષતા, કારોબારી અને નિહિત રાજકીય હિતોથી સત્તાને અલગ કરવા માટે વારંવાર આગળ આવે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બારની સ્વતંત્રતા વચ્ચે ઊંડો સંબંધ છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા, બંધારણીય મૂલ્યો અને કોર્ટની ગરિમા જાળવવા માટે સંસ્થા તરીકે બારની સ્વતંત્રતા જરૂરી છે.

શું કહ્યું CJIએ ? 
CJI ચંદ્રચુડે કહ્યું, જીવંત અને તર્કબદ્ધ લોકશાહીમાં મોટાભાગના લોકોની રાજકીય વિચારધારા અથવા ઝોક હોય છે. એરિસ્ટોટલે કહ્યું હતું કે, માણસ એક રાજકીય પ્રાણી છે. વકીલો પણ તેનો અપવાદ નથી. જોકે બારના સભ્યો માટે વ્યક્તિની સર્વોચ્ચ નિષ્ઠા પક્ષપાતી હિત સાથે નહીં પરંતુ કોર્ટ અને બંધારણ સાથે હોવી જોઈએ.

વધુ વાંચો: માઈક્રોસોફ્ટની ચેતવણી! ચીન AI નો ઉપયોગ કરીને મતદારોને કરી શકે છે પ્રભાવિત

કોર્ટના નિર્ણયો સાર્વજનિક સંપત્તિ 
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયો સખત કાર્યવાહી, વ્યાપક ન્યાયિક વિશ્લેષણ અને બંધારણીય સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પરંતુ એકવાર ચુકાદો જાહેર થઈ જાય, તે જાહેર સંપત્તિ છે. એક સંસ્થા તરીકે આપણે વખાણ અને ટીકા બંને સ્વીકારવા તૈયાર છીએ. પરંતુ બાર એસોસિએશનના સભ્યો અને પદાધિકારીઓ હોવાને કારણે વકીલોએ કોર્ટના નિર્ણયો પર પ્રતિક્રિયા આપતી વખતે સામાન્ય લોકોની જેમ ટિપ્પણી કરવી જોઈએ નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CJI DY Chandrachud CJI ચંદ્રચુડ cji જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ટિપ્પણી બંધારણીય બેંચ સુપ્રીમ કોર્ટ CJI DY Chandrachud

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ