બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ભારત / Politics / Microsoft says China can use AI to influence voters

લોકસભા ચૂંટણી 2024 / માઈક્રોસોફ્ટની ચેતવણી! ચીન AI નો ઉપયોગ કરીને મતદારોને કરી શકે છે પ્રભાવિત

Priyakant

Last Updated: 09:56 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ટેક કંપની માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે, ચાઇનીઝ હેકર્સ AI ટૂલ્સનો ઉપયોગ કરીને લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે

Lok Sabha Election 2024 : ભારતમાં આ મહિને લોકસભા ચૂંટણી 2024 શરૂ થવા જઈ રહી છે પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટેક કંપની માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે, ચાઇનીઝ હેકર્સ AI ટૂલ્સનો ઉપયોગ કરીને લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે. આ પહેલા પણ સરકારને ચેતવણી મળી હતી કે, ચીની હેકર્સ AI ટૂલ્સ દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવા માંગે છે. 

જાણો શું કહ્યું માઈક્રોસોફ્ટે ? 
માઈક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, આ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં મોટી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા કેટલાક મોટા દેશોના નામ સામેલ છે. આવી સ્થિતિમાં ચીન પોતાના ફાયદા માટે AI જનરેટેડ કન્ટેન્ટ અને ટૂલ્સનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરી શકે છે. ચીને આ પહેલા પણ આવા પ્રયાસો કર્યા છે. 

AI નો ઉપયોગ કરીને કેવી રીતે પ્રભાવિત કરી શકે ?
માઈક્રોસોફ્ટ અનુસાર AI ટૂલ્સ હેકર્સ માટે હથિયાર જેટલા ખતરનાક સાબિત થઈ રહ્યા છે,કારણ કે તેઓ તેનો ઉપયોગ તેમની ઈચ્છા મુજબ કરી રહ્યા છે. હવે આ AI ટૂલ્સ દ્વારા ડીપફેક અને એડિટેડ વીડિયો બનાવવાનું સરળ છે. હેકર્સ સરળતાથી નકલી એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે અને પ્રખ્યાત નેતાઓના અવાજને પણ ક્લોન કરી શકાય છે પછી મોટા પાયે જાહેરમાં શેર કરી શકાય છે ત્યારબાદ તે વાયરલ થઈ શકે છે અને લાખો લોકો સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો: ચૂંટણી પંચની વેબસાઈટ થઈ હેક? AAPએ રેલી માટે મંજૂરી માંગી તો અભદ્ર ભાષામાં મળ્યો જવાબ

તાઈવાનની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું આ કામ 
કંપનીએ તેની પોસ્ટમાં એમ પણ કહ્યું કે, જાન્યુઆરી 2024માં તાઈવાનની રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે AI કન્ટેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. AI-જનરેટેડ સામગ્રી સાથે વિદેશી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આ પહેલો પ્રયાસ હતો. મેમ્સ, વીડિયો અને ઓડિયોને વધારવા માટે ચીન આ પ્રકારના પ્રયોગનો સતત ઉપયોગ કરી રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ