બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 11:34 PM, 11 January 2024
ADVERTISEMENT
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવીએ કે, કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેચ્યો છે. મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે.
14 એજન્ટોના નામ
વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ.
ADVERTISEMENT
મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ
જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. કાવતરૂ ઘડવુ, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.